ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા હેઠળ કાર્યરત પ્રવર નગર નિયોજક, વર્ગ-1 સંવર્ગના 10 જેટલા ઉચ્ચ અધિકારીઓની જાહેર હિતમાં બદલીઓ કરવામાં આવી છે અને કેટલાક અધિકારીઓને વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.
જેમાં રાજકોટ અર્બન ડેવલોપમેન્ટના નગર નિયોજક તરીકે હિતાર્થ આર્યની નિમણુંક કરવામાં આવી છે.આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકાનો વધારાનો હવાલો સંભાળવાનો રહેશે.આ ઉપરાંત સંતકુમાર એમ. પંડ્યાને અમદાવાદ, કિરણ આર. સુમરાને સુરત, હિરલકુમાર વી. દોરીવાલા પ્રવર નગર નિયોજક, લીગલ શાખા, વડી કચેરી, ગાંધીનગર, ભાવિન એમ. મેવાડાવડોદરા શહેરી વિકાસ સત્તામંડળ, માનસી એમ. અધ્વર્યુ ધોલેરા સ્પેશિયલ રીજયોનલ ડેવલોપમેન્ટ ઓથોરીટી, વિવેક કે. પારેખ ભાવનગર નગર રચના યોજના એકમ, સુરેન્દ્રસિંહ એન. પારગીપ્રવર નગર નિયોજક-2, વડી કચેરી, ગાંધીનગર (અધિક મુખ્ય નગર નિયોજકની જગ્યાને પ્રવર નગર નિયોજક સંવર્ગમાં ડાઉનગ્રેડ કરીને), મુકુંદરાય બી. કોઠિયાજે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળમાંથી બદલી કરી અમદાવાદ નગર રચના યોજના એકમ-2માં જવાબદારી સોંપાઈ છે સાથે પ્રવર નગર નિયોજક, મંડલ-બેચરાજી સ્પેશીયલ રીજયોનલ ડેવલપમેન્ટ ઓથોરીટીનો વધારાનો ચાર્જ સંભાળવાનો રહેશે.બદલી પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી નિયુક્તિની જગ્યાએ હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
