ઝૂમાં ફી વધારો રદ, સફારી પાર્કમાં ઉદ્ઘાટન પહેલાં ઉઘરાણાને બ્રેક

મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ મળેલ, કમિશનર વિભાગમાંથી આવેલ 67 દરખાસ્ત પૈકી ચાર પેન્ડિંગ અને એક પરત કરાઈ ચૂંટણી આચાર સંહિતા આવે તે પહેલા બાકી…

મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ મળેલ, કમિશનર વિભાગમાંથી આવેલ 67 દરખાસ્ત પૈકી ચાર પેન્ડિંગ અને એક પરત કરાઈ

ચૂંટણી આચાર સંહિતા આવે તે પહેલા બાકી રહેલા વિકાસના કામો માટે વધુ એક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવાશે

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ મળેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ 67 દરખાસ્ત પૈકી બગીચાઓની જાળવણી તથા વોર્ડ નં. 12માં વોર્ડ ઓફિસ અને પ્લોટ વેચાણ સહિતની ત્રણ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં અ ાવેલ જ્યારે પ્રદ્યુમન પાર્ક ઝુના ફી વધારા અને લાયન સફારી પાર્કની નવી પ્રવેશ ફીની દરખાસ્ત રદ કરવામાં આવી હતી.

મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં રજૂ થયેલ દરખાસ્ત પૈકી પ્રધ્યુમન પાર્ક ઝુના હાલના પ્રવેશદરમાં બાળકો સહિતનાઓની ફીમાં 150 ટકાનો વધારો કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવેલ પરંતુ સ્ટેન્ડિંગના સભ્યોએ દરખાસ્તનો અભ્યાસ કર્યા બાદ આ દરખાસ્ત નામંજુર કરી હતી અને આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે પ્રદ્યુમનપાર્ક ઝુની પ્રવેશ ફી હાલમાં જે છે એ બરોબર અને વ્યાજબી હોવાથી યથાવત રાખવામાં આવશે. જ્યારે લાયન સફારી પાર્ક કે જેનું કામ હજુ પુર્ણ થયું નથી અને જૂલાઈ માસ બાદ લોકાર્પણ થવાની સંભાવના જોવાઈ રહી છે.

ત્યારે અગાઉથી લાયન સફારી પાર્ક પ્રવેશ ફી નક્કી કરવી યોગ્ય નથી. સફારી પાર્ક ખુલ્યા બાદ પાર્કની વિશેષતાઓ તેમજ અન્ય બાબતોને ધ્યાને રાખી ફી નિર્ધારિત કરવામાં આવશે આથી આ દરખાસ્ત કમિશનર વિભાગમાં પરત મોકલવામાં આવી છે. તેવીજ રીતે વેસ્ટઝોનના આવેલા જુદા જુદા બગીચાઓ તથા સીનીયર સીટીઝન બાદની એક વર્ષની જાળવણી માટે ભાવ આવેલ જે વધુ લાગતા હાલ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં અ ાવી છે. 33 બગીચાઓની જાળવણીનો ખર્ચ 1.17 કરોડ આવતા આ વધારે ભાવ જણાતા દરખાસ્ત પેન્ડિંગ રહેલ જ્યારે વોર્ડ નં. 10 માં નવી વોર્ડ ઓફિસ અને એ.સી. એમ્બ્યુલન્સ ખરીદી કરવાની દરખાસ્તમાં સુધારા કરવામાં આવેલ અને સભ્યોની સર્વાનુમતિથી બાકીની 63 દરખાસ્તનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

મનપાને સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રજૂ થયેલ દરખાસ્ત પૈકી મનપાની મિલકતના રક્ષણ માટે સિકયોરિટી ગાર્ડ પુરા પાડવાની દરખાસ્ત ફરી વખત મુકવામાં આવી છે. તેવી જ રીતે જુદી જુદી શાખાઓમાં પગાર ધોરણમાં સુધારો કરવાની સ્ટેન્ડીંગ દરખાસ્ત કાલની સ્ટેન્ડીંગમાં રજુ કરાઈ છે. તથા કનકનગર શાક માર્કેટને રિનોવેશન કરવાની તથા ફાયર વિભાગ માટે 11 નગ એસી અને નોન એસી એમ્બ્યુલન્સ ખરીદવા તથા પેડક રોડને ગૌરવ પંથ બનાવવા તથા બાંધકામ વિભાગમાં એકઠા થયેલ સ્ક્રેપનો નિકાલ કરવા તથા આજી નદી પર બેડીપરાનું બેઠુ નાલુ બનાવવા તથા રાજકમલ ફાટકથી હાઈવે પરના રોડને ડિઝાઈન રોડ બનાવવા તથા રહેણાંક હેતુ માટે પ્રાપ્ત થયેલ અલગ અલગ પ્લોટની હરરાજી કરવા અને પ્રાણી ઉધ્ધાનના પ્રવેશ દરમાં વધારો કરવા અને અલગ અલગ વિભાગનાં કર્મચારીઓને ખાસ કિસ્સામાં અપાતી આર્થિક તબીબી સહાય મંજુર કરવા સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જે તમામને મંજુરી આપવામાં આવી છે.

વોર્ડ નં. 10માં નવી વોર્ડ ઓફિસનો લોકોનો વિરોધ
શહેરના સેન્ટ્રલઝોનમાં ગાંધી સોસાયટીની બાજુમાં આવેલ મહાનગરપાલિકાના ખાલી પ્લોટ ઉપર નવી વોર્ડ ઓફિસ તથા રોશની શાખાનો સ્ટોર બનાવવાનો નિર્ણય લઈ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગમાં આવતા પેન્ડિંગ રાખવામાં આવી છે. અને આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, વોર્ડ નં. 10 માં જે સ્થળે વોર્ડ ઓફિસ અને સટોર બનવાનો છે તેની આજુબાજુની સોસાયટીઓના લોકોએ અહીંયા વોર્ડ ઓફિસ ન બને તેવી રજૂઆત કરી પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો અને આ અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરતા સાચી હકીકત જાણવા માટે હાલ પુરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. જેના પર આગામી સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવામાં આવશે.

રિટેન્ડરના કારણે મનપાને કરોડોનો ફાયદો
મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોય ત્યારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. પ્રોજેક્ટનું એસ્ટિમેન્ટ ટેન્ડરમાં દર્શાવામાં આવે છે ત્યાર બાદ એજન્સીઓ દ્વારા પોતાની રીતે ભાવભરી બીલ રજૂ કરાય છે. જેમાં સૌથી ઓછો ભાવ હોય તેને કામ મળે છે. તેવો નિયમ અમલમાં છે. પરંતુ છેલ્લા થોડાક સમયથી અનેક પ્રોજેક્ટ માટે રિટેન્ડર કરવામાં આવી રહ્યું છે. અને તેના કારણે મનપાને કરોડો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. આજની સટેન્ડિગ કમિટિની બેઠકમાં ગારબેજ ક્ધટેનરો, વીલબરો અને બોડીકામ તથા ફેબ્રીકેશનને લગતા દ્વીવાર્ષિક કોન્ટ્રાક્ટ માટે રિટેન્ડર કરાતા ઓછાભાવ આવ્યા હતાં અગાઉ 4.70 ટકા ઓછા ઐાવેલ તેની જગ્યાએ રિટેન્ડર થતાં હવે 9.90 ટકા ઓછાભાવ આવ્યા છે. તેવી જ રીતે આરોગ્ય શાખાના મેલેરિયા વિભાગ માટે ચાર નંગ વિકલમાઉન્ટેન ફોગીંગ મશીન ખરીદવાની દરખાસ્ત આવેલ તેમાં પણ મનપાને ફાયદો થયો છે. પ્રથમ ટેન્ડરમાં 23.75 ટકા એસ્ટીમેટ કરતા ઓછા ભાવ આવેલ જ્યારે રિટેન્ડર થતાં નવી એજન્સી દ્વારા 22.99 ટકા ઓછાભાવ ભરવામાં આવતા આ પ્રોજેક્ટમાં પણ મહાનગરપાલિકાની લાખો રૂપિયાનો ફાયદો થયો છે.

મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ પાછળ 12 કરોડ ખર્ચાશે
શહેરના વોર્ડ નં. 6 માં આવેલ મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણ કરવાનો નિર્ણય લેવાયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયેલ જેમાં એલ-1 એજન્સી દ્વારા જે ભાવ દર્શાવામાં આવેલ તે મુજબ અગાઉ કરોડોના ખર્ચે તૈયાર થયેલ મહારાણા કોમ્યુનિટી હોલના રિનોવેશન પાછળ ફરી વખત 12.81 કરોડનો આંધણ કરવાનો નિર્ણય લઈ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

33 બગીચાની જાળવણીમાં 1.17 કરોડનો ખર્ચ
મહાનગરપાલિકાએ વેસ્ટઝોન વિસ્તારના જુદા જુદા બગીચાઓ સીનીયર સીટીઝન પાર્ક તથા બાળક્રિડાગણની એક વર્ષ માટે જાળવણી અને નિભાવણી માટેનું કામ આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયેલ જેમાં સૌથી ઓછા ભાવ એક એજન્સીના આવેલ રૂા. 1.17 કરોડ 33 બગીચાની જાળવણી માટે વધુ હોવાનું લાગતા સ્ટેન્ડિંગ કમિટિએ બગીચામાં થતાં ખર્ચ સહિતનાનો હિસાબ કરતા આ ભાવ વધુ લાગતા ફરી વખત રિટેન્ડર કરવાની સુચના આપી દરખાસ્ત પરત મોકલવામાં આવી હતી.

11 એસી એમ્બ્યુલન્સ ખરીદવાની દરખાસ્ત મંજૂર
સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં અગાઉ એમ્બ્યુલન્સ ખરીદવાની દરખાસ્ત આવેલ ત્યારબાદ નોનએસી પાંચ અને એસી છ એમ્બ્યુલન્સ સહિત 11 એમ્બ્યુલન્સની ખરીદીનો ભાવ રજૂ થયેલ અગાઉ નોનએસી અને એસી એમબ્યુલન્સ વચ્ચે ભાવફર્ક રહેતો હોવાથી ફરી વખત નવાભાવ સાથે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ ભાવફેરની દરખાસ્તને સ્ટેન્ડીંગમાં મંજુરી અપાતા ટુંક સમયમાં 11 એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *