રૈયાધારે રહેતા ઝનાના હોસ્પિટલના મહિલા સફાઇ કામદારના ઘરમાંથી 5.50 લાખની ચોરી

રૈયાધાર ટાઉનશીપમાં 12 માળીયા ક્વાર્ટરમાં રહેતાં નુતનબેન જગદીશભાઈ ચાવડા (ઉ.વ. 32)ના બંધ ક્વાર્ટરને નિશાન બનાવી તસ્કરો કબાટની તીજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂૂા.…

રૈયાધાર ટાઉનશીપમાં 12 માળીયા ક્વાર્ટરમાં રહેતાં નુતનબેન જગદીશભાઈ ચાવડા (ઉ.વ. 32)ના બંધ ક્વાર્ટરને નિશાન બનાવી તસ્કરો કબાટની તીજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂૂા. 5.50 લાખની મત્તા ચોરી ગયાની ગાંધીગ્રામ -2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

નુતનબેને પોલીસને જણાવ્યું કે,તેમને પતિ સાથે મનમેળ ન હોય તે અલગ ભાડવા ગામ ખાતે છેલ્લા દશેક વર્ષથી રહે છે.અને સસરા ગુજરી ગયેલ છે અને તેઓ જનાના હોસ્પીટલમાં સાફ સફાઇનું કામકાજ કરે છે અને છેલ્લા બે મહીનાથી સોરઠીયા પ્લોટ શેરી નં 1/3 નો ખૂણો અનીલ પાનની સામે કેનાલ રોડ ખાતે પપ્પાની તબીયત ખરાબ હોવાથી ત્યાં માતા પિતા તથા મારી ત્રણ દીકરીઓ તથા મોટાબેન વર્ષાબેન તથા તેમના બાળકો સાથે ત્યાં રહે છે.ગઈ તા.31ના તે સાસુ સાથે શાંતિનગર ગેઈટ પાસે રહેતાં મોટાબહેનના ઘરે ગયા હતા. નાઈટ શીફ્ટ હોવાથી માતા -પિતાને ત્યાં રોકાઈ ઝનાના હોસ્પિટલે જતા રહ્યા હતા.

નોકરી પુરી કરી તા. 1ના સવારે રૈયાધાર ખાતે મકાને તાળું ખોલી અંદર જતાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતા કબાટની તીજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રૂૂા. 40 હજારની રોકડ મળી કુલ રૂૂા.5.50 લાખની મત્તા જોવામાં નહીં આવતા ચોરી થયાની જાણ થતાં ફરિયાદ નોંધાવી હતી.ગાંધીગ્રામ-2 પોલીસે આ મામલે નુતનબેનની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી તસ્કરોને પકડવા ક્વાયત શરૂૂ કરી હતી.
આ ઘટનામા પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ છે કે સફાઇ કામદારનાં ઘરમાથી હાથ ફેરો કરનાર અમુક શકમંદોને ઉઠાવી પુછપરછ કરવામા આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *