કેશોદમાં શાકભાજીના વેપારીના મકાનમાંથી રૂા.45 હજારની ચોરી

કેશોદમાં બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં આજ સમી સાંજે એક બંધ મકાનમાં ચોરે બંધ મકાન નો દરવાજો તોડી ઘરમાં ઘૂસી કબાટમાં રાખેલ રોકડ રકમ પર હાથ…

કેશોદમાં બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં આજ સમી સાંજે એક બંધ મકાનમાં ચોરે બંધ મકાન નો દરવાજો તોડી ઘરમાં ઘૂસી કબાટમાં રાખેલ રોકડ રકમ પર હાથ ફેરો કરી અંદાજે 45 હજાર જેટલી રકમની રોકડ ચોરી કર્યાનું સામે આવ્યું છે.

આ અંગે ઘટના સ્થળે મકાન ધારક મહિલા શાકભાજીનો વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું છે. વેપારના અંદાજે અઢી લાખ રૂૂપિયા લાકડાના કબાટના ખાનામાં રાખ્યા હતા જેમાંથી અંદાજે 45 હજાર રૂૂપિયાની ચોરી થયાની કબૂલાત મકાનમાં રહેતા જયશ્રી બેને કરી છે. ત્યારે આ બાબતે જયશ્રી બહેને પોલીસને જાણ કરી હતી. આ મામલે કોઈ જાણભેદ વ્યક્તિ એ કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ ચોરીને અંજામ અપાયો કે કેમ તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *