ટંકારાના લજાઇ ગામના આધેડે ઓનલાઇન ટ્રાન્જેકશન કર્યા બાદ બેંક ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા

  ટંકારાના લજાઈ ગામે આધેડે ગૂગલમાંથી કુરિયર કંપનીનો નંબર મેળવતા આપેલી લિન્કમાં રૂૂ 5 નું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરાવ્યું હતું અને આધેડના બેંક ખાતામાંથી રૂૂ 4.42…

 

ટંકારાના લજાઈ ગામે આધેડે ગૂગલમાંથી કુરિયર કંપનીનો નંબર મેળવતા આપેલી લિન્કમાં રૂૂ 5 નું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરાવ્યું હતું અને આધેડના બેંક ખાતામાંથી રૂૂ 4.42 લાખની રકમ ઓનલાઈન મેળવી લઈને પરત નહિ આપી વિશ્વાસઘાત-છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

ટંકારા તાલુકાના લજાઈ ગામના રહેવાસી પરષોતમભાઈ વશરામભાઈ મકવાણા (ઉ.વ.46) વાળાએ મોબાઈલ નંબર 96127 10663 ના ધારક અને ફેડરલ બેંક ખાતા નં. 12200800 8489090 ના ધારક અને તપાસમાં ખુલે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 23-05-2026 થી આજદિન સુધી ફરિયાદીએ ઊતતફય ડીજીટ્રોન્સ પ્રા. લી. કંપનીનું UPS ખરાબ થઇ જતા કંપનીએ UPS ગાંધીધામ ઓફિસે DTDC કુરિયર માધ્યમથી મંગાવ્યું હતું જે દસ દિવસ સુધી ડીલેવરી ન મળતા ફરિયાદીએ DTDC કુરિયરનો ગુગલમાંથી કસ્ટમર કર નંબર 96127 10663 મેળવી કોલ કર્યો હતો.

આરોપીએ આપેલ લિંકમાં ફરિયાદીએ કંપનીનું એડ્રસ અને પીનકોડ ઓનલાઈન સબમિટ કરી રૂૂ 5 નું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કર્યું હતું બાદમાં ફરિયાદીના બેંક ખાતામાંથી કુલ રૂૂ 4,42,005.90 RTGS અને IMPS ઓનલાઈન મેળવી નાણા આજદિન સુધી પરત નહિ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *