બજરંગવાડીમાં રહેતી મુન્નીબેન સાહિલભાઇ પરમાર (ઉ.વ.24) નામની પરિણીતાએ એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. સંતાનમાં એક દિકરી છે. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા તેમણે મુન્નીબેનનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે. તેમજ તેમના પતિ મંડપ સર્વિસનું કામ કરે છે. બંન્નએ અઢી વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. હાલ બંન્ને વચ્ચે ઝઘડો થતા મુન્નીબેને એસીડ પી લીધુ હતું.
બીજા બનાવમાં જંકશનપ્લોટ ઝુલેલાલ નગરમાં રહેતાં તારાબેન કમલેશભાઇ આસવાણી (ઉ.વ.43) નામના મહિલા ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. તેણીના લગ્ન વીસ વર્ષ પહેલા થયા છે અને બે સંતાન છે. તેમના પતિ દાળપકવાની લારી ચલાવે છે.
