જસદણ ખાતે ’સ્વરા એક્સપોર્ટ’ ફ્લોર મિલ ચલાવતા અને વેપાર કરતા હિતેષભાઈ નારણભાઈ ભુવાએ કરેલી ફરિયાદમાં અક્ષર ટ્રેડિંગ’ પેઢીના સંચાલક કપિલ વી. નથવાણી અને દેવ ઉમેશભાઈ ગણાત્રા અને શ્રીકૃષ્ણા ટ્રેડિંગ’ના માલિક ધવલકુમાર ચિમનલાલ ધોળકીયાનું નામ આપ્યું છે. ફરિયાદી હિતેષભાઈ જસદણ-આટકોટ રોડ પર ફ્લોર મિલ ચલાવી ઘઉંના લોટ (આટા) તથા અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનો વેપાર કરે છે.
ગત તારીખ 01/07/2026 ના રોજ જેતપુરની ‘અક્ષર ટ્રેડિંગ’ પેઢીના સંચાલક કપિલ વી. નથવાણી અને દેવ ઉમેશભાઈ ગણાત્રા તેમની મિલ પર આવ્યા હતા. શરૂૂઆતમાં આ શખ્સોએ નાની માત્રામાં ઘઉંનો લોટ ખરીદી સમયસર રોકડ રકમ ચૂકવી આપી હતી. ત્યારબાદ વિશ્વાસ કેળવાયા બાદ તેમણે મોટા પ્રમાણમાં ઓર્ડર આપી કુલ 250 બેગ ઘઉંનો લોટ મેળવ્યો હતો, જેની રૂૂ. 2,39,500 ની રકમ ચૂકવી નથી. જ્યારે વેપારીએ ઉઘરાણી કરી ત્યારે આરોપીઓએ ફોન બંધ કરી દીધા હતા અને જેતપુર જઈ તપાસ કરતાં દુકાન બંધ હાલતમાં મળી આવી હતી તથા બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યા હતા.
બીજી પેઢી દ્વારા પણ સમાન મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ આ જ પ્રકારે, જેતપુરની જ ’શ્રીકૃષ્ણા ટ્રેડિંગ’ના માલિક ધવલકુમાર ચિમનલાલ ધોળકીયા તથા અન્ય એક અજાણ્યા શખ્સે પણ ફરિયાદી સાથે વેપાર શરૂૂ કર્યો હતો. શરૂૂઆતના વ્યવહારોનું પેમેન્ટ નિયમિત ચૂકવી વિશ્વાસ સંપાદન કર્યા બાદ, તેઓ 200 બેગ ઘઉંનો લોટ નંગ રૂૂ. 1,90,500 ની કિંમતનો ઉધાર લઈ ગયા હતા. આમ, બંને પેઢી દ્વારા કુલ રૂૂ. 4,30,000 ની માલની રકમ નહી ચૂકવી છેતરપીંડી આચરી હતી. ઘટનાની ગંભીરતા જોતાં જસદણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.ડી.વાઘેલા દ્વારા ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા માટે સઘન તપાસ શરૂૂ કરવામાં આવી છે.
