રાત્રે રેસકોર્સનું મેદાન 1051 ફેન્સી ગગનચુંબી ફટાકડાથી ઝગમગી ઉઠશે

વીવીઆઇપી પાસ ગુરુવારે સવારે 10 વાગ્યે છપાઇને આવ્યા, સાંજે 4 વાગ્યા સુધીમાં રાજકીય લોકો ઉપાડી ગયા! સાંજે 6 વાગ્યાથી ફૂડ ફેસ્ટિવલ અને રિંગરોડની રોશની સહિત…

વીવીઆઇપી પાસ ગુરુવારે સવારે 10 વાગ્યે છપાઇને આવ્યા, સાંજે 4 વાગ્યા સુધીમાં રાજકીય લોકો ઉપાડી ગયા!

સાંજે 6 વાગ્યાથી ફૂડ ફેસ્ટિવલ અને રિંગરોડની રોશની સહિત કાર્નિવલ ખુલ્લો મુકાશે: ચાર દિવસ સુધી રેસકોર્સ સજશે દિવાળીની ઉજવણીના વાઘા

રાજકોટમાં દિવાળીના પર્વની ઉત્સાહભરી ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે અગિયારસથી જ શહેરમાં દિવાળીની રોનક જોવા મળી રહી હતી, ત્યારે આજે ધનતેરસના પાવન અવસરે આ તહેવારનો ઉમંગ સપ્તરંગી રંગો અને વિશેષ આયોજનો સાથે વધુ નિખરી ઉઠશે. મહાનગર પાલિકા દ્વારા આયોજિત ભવ્ય કાર્નિવલનો આજે સાંજથી પ્રારંભ થઇ રહ્યો છે. સાંજે 6 વાગ્યાથી રાજકોટ મહાનગર પાલિકા આયોજિત કાર્નિવલનો ધામધૂમથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. કાર્નિવલ ચાર દિવસ સુધી ચાલવાનો છે.

કાનિર્વલના પ્રારંભે આજના મુખ્ય આકર્ષણ તરીકે રાત્રે માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન ખાતે ભવ્ય આતશબાજી યોજાશે. આકાશમાં આતશબાજી દ્વારા રોશનીની અદભુત રંગોળી સર્જાશે, જે નિહાળવી એ એક લહાવો બનશે. આતશબાજીમાં એકથી એક ચડિયાતા 1051 ફેન્સી ફટાકડા ફોડીને દિવાળીના પર્વને અનોખી રીતે આવકારવામાં આવશે. આ ભવ્ય રોશનીથી આખું રેસકોર્સ મેદાન જગમગી ઉઠશે અને નાગરિકો આ નજારાનો આનંદ માણશે. કાર્નિવલના ભાગરૂૂપે મેળાના મેદાનમાં ખાસ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ખાણી-પીણીના શોખીનો વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકશે. આ ઉપરાંત, શહેરનો રિંગરોડ પણ આકર્ષક અને રંગબેરંગી રોશનીથી દીપી ઉઠશે. લાઇટિંગના આ સુંદર શણગાર વચ્ચે અલગ અલગ સ્થળે સેલ્ફી પોઇન્ટ, ડી.જે. સંગીત માટે સ્ટેજ આવતા-જતા લોકોનું મન મોહી લેશે.

કાલે અને રવિવારે મોદી સરકારના ગુણગાન ગાતા 6 આઇસરમાં નીકળશે ‘ટેબ્લો પરેડ’
આ વખતે ટેબ્લો કાર્નિવલના નામે એક નવો કાર્યક્રમ દીવાળીની ઉજવણીમાં રાખવામા આવ્યો છે. ટેબ્લો કાર્નિવલમાં આઇસર કે ટ્રક જેવા અલગ અલગ 6થી વધુ વાહનોની શોભાયાત્રા જેવી પરેડ નીકળશે. જેમને નામ આપવામા આવ્યુ છે ‘ટેબ્લો પરેડ’ ભાજપ શાસિત કેન્દ્ર સરકારની વિવિધ સિધ્ધિઓ, વિકસિત ભારતનું નિરૂૂપણ કરતા મોડ્યુલ શુભોભિત કરીને રિંગરોડ ફરતે પરેડના રૂૂપે નીકળશે. આવતીકાલે તા.7 અને 8 બે દિવસ સુધી આ ટેબ્લો પરેડ કાઢવામા આવશે. ટેબ્લોમાં અન્ય કઇ થીમ રાખવી તે અંગે આજે સાંજે પદાધિકારીઓ અને સમાજ કલ્યાણ શાખાના અધિકારી વચ્ચે મળનાર મિટિંગમાં નક્કી થશે.

કાર્નિવલ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને કલાત્મક પ્રવૃત્તિઓ યોજાશે. ખાસ કરીને, કાળી ચૌદશે રાત્રે રિંગરોડ ફરતે ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રાત આખી રંગોળી દોરવામા આવશે. 650થી વધુ ચોકઠાં રિંગરોડ ફરતે બનાવવામા આવશે. જ્યા એક ચોકઠાં દીઠ ચારથી પાંચ શબ્દોની ગણતરીએ 2500થી વધુ કલાકારો એકસાથે તેમની કલા રંગોળી ઉપર ઉતારશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *