ટેન્કર ચલાવતા પિતાની વાતચીત પરથી ધો. 12ના છાત્રએ મિત્રોને ટીપ આપી
પરીક્ષા આપી કેરિયર બનાવવાના બદલે ટોળકી સાથે લૂંટનો પ્લાન બનાવ્યો
વાવડીના પેટ્રોલપંપમાં ફિલરમેનને માર મારી ચલાવાયેલી લૂંટનો ભેદ ખુલ્યો
શહેરની વાવડીમાં આવેલ પેટ્રોલપંપ ઉપર ગત તા 5 ફેબ્રુઆરીએ લુંટના બનેલા બનાવનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી ધો.12ના છાત્ર અને તેના બે મિત્રોની ધરપકડ કરી હતી. વાવડી ગામે આવેલા પેટ્રોલપંપમાં તા5/2 ના રોજ મધરાત્રે ત્રણ વાગ્યે ત્રણ લૂંટારું મોઢે રૂૂમાલ બાંધીને ધોકા-હથોડી સહિતના હથિયાર સાથે ત્રાટકીને ફિલરમેન પર હુમલો કરી રૂૂ.13 હજારની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ પીએસઆઈ એમ.કે.મોવલિયા અને પીએસઆઈ એ.એન.પરમારની ટીમે લૂંટને અંજામ આપનારા ધો.12ના વિધાર્થી સહીત ત્રણની ધરપકડ કરી હતી. ધો.12ના વિધાર્થીએ 20 લાખ જેવી રોકડ મળશે તેવી લાલચે મિત્રોને આપેલી ટીપ બાદ ત્રિપુટીએ લુંટ નો પ્લાન બનાવી તેણે અંજામ આપ્યો હતો પરતું 20 લાખને બદલે માત્ર 13 હજાર જ હાથમાં આવ્યા હતા.
ધો.12ના વિધાર્થીએ પરિક્ષા આપી પોતાનું કેરિયર બનાવવા ને બદલે લુંટ કરી જેલમાં જવાનો વારો આવ્યો હતો.શહેરમાં વાવડી ફયુલ્સ નામના એચ.પી. કંપનીના પેટ્રોલપંપમાં ગત તા.05/02/2025 ના રાત્રીના ત્રણેક વાગ્યાના સમયે ત્રણ બુકાનીધારી શખ્સો ધસી આવ્યા હતા અને પેટ્રોલપંપમાં કામ કરનાર ફીલરમેન વિષ્ણુભાઈ ગોસ્વામીને બેઝબોલના ધોકા અને હથોડી વડે માર મારી ગંભીરઇજા કરી પેટ્રોલપંપની ઓફીસમાંથી રૂૂ.13,000ની લુંટ ચલાવી ભાગી ગયા હતા. જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશ્નર (કાઈમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને મદદનીશ પોલીસ કમિશ્નર(ક્રાઇમ) ભરત. બી, બસીયાની સુચનથી ક્રાઈમ બ્રાંચના પીઆઇ એમ.આર.ગોંડલીયા અને એમ.એલ.ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન પરમાર અને પીએસઆઈ એમ.કે.મોવલીયાની ટીમે તપાસ કરી આ લુંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો. લુંટમાં સંડોવાયેલ જંકશન પ્લોટમાં નીતિ ડાઈનિંગ હોલ પાસેથી પ્રતીક પિયુષભાઈ દત્તા, રાહુલ નવઘણભાઈ મીર અને એક ધો.12ના વિધાર્થીને ઝડપી લીધા હતા.
આ ત્રિપુટી પાસેથી જીજે 03 સીટી 2072 નંબરની ઓટો રીક્ષા, બેઝબોલનો ધોકો, મોબાઈલ અને રોકડ મળી રૂૂ.1.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ક્રાઈમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું કે, લૂંટમાં પકડાયેલા ધો.12ના છાત્રના પિતા આ પેટ્રોલપંપનો ટ્રક ચલાવતાં હોય અહીં મોટાપાયે રોકડ વ્યવહારો થતા હોવાની ઘરે વાતચીત કરતા હોય આ પેટ્રોલપંપ માંથી 20 લાખ મળશે તેવી લાલચે ધો.12ના છાત્રએ પ્રતીક પિયુષભાઈ દત્તા, રાહુલ નવઘણભાઈ મીરની સાથે મળી લુંટનો પ્લાન બનાવ્યો અને પ્રતીક અને રાહુલને લૂંટ માટે તૈયાર કર્યા હતા લુંટમાં 20 લાખને બદલે 13હજાર રૂૂપિયા જ હાથમાં આવતાં ત્રણેયે ભાગ પાડી લીધો હતો. વાવડીમાં આવેલ પેટ્રોલપંપ ઉપર લુંટ ચલાવનાર પકડાયેલા સગીર ધો.12નો વિદ્યાર્થી છે અને આવતા મહીને તે ધો.12ની પરીક્ષા આપવાનો હતો.
ધો.12માં અભ્યાસ કરતો છાત્ર પરિક્ષા આપી પોતાનું કેરિયર બનાવે તે પહેલાં લૂંટ જેવા ગંભીર ગુનામાં પકડાઈ જતાં હવે પરીક્ષા આપી શકશે નહીં.
ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા,એમ.એલ.ડામોર,પીએસઆઈ એ.એન.પરમાર,પીએસઆઈ એમ.કે.મોવલીયા સાથે ટીમના જલદિપસિંહ વાઘેલા, હીતેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, અશોક કલાલ,કૃષ્ણદેવસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, હરસુરભાઇ સબાડ, રાજેશભાઇ જળુ, અમીતભાઇ અગ્રાવત, સંજયભાઇ રૂૂપાપરા, સુભાષભાઇ ધોધારી,પ્રદિપસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયા, તુલશીભાઇ ચુડાસમા, મોહીલરાજસિંહ ગોહિલ, મહાવિરસિંહ, ગોપાલભાઇએ કામગીરીમાં કરી હતી.