હંસરાજનગરમાંથી કેસરી પુલ ટ્રાન્સપોર્ટ પર પહોંચાડવાના 1.10 લાખના રેડીમેઇડ કપડાં લઇ રિક્ષાચાલક ફરાર

રાજકોટ શહેરમા હંસરાજનગર કેસરીપુલ પાસે આવેલા ટ્રાન્સપોર્ટમા 1.10 લાખના રેડીમેઇડ કપડા મોકલવા વેપારીએ રીક્ષા બંધાવી હતી અને રીક્ષાની પાછળ પાછળ વેપારી જઇ રહયા હતા ત્યારે…

રાજકોટ શહેરમા હંસરાજનગર કેસરીપુલ પાસે આવેલા ટ્રાન્સપોર્ટમા 1.10 લાખના રેડીમેઇડ કપડા મોકલવા વેપારીએ રીક્ષા બંધાવી હતી અને રીક્ષાની પાછળ પાછળ વેપારી જઇ રહયા હતા ત્યારે હોસ્પીટલ ચોક પાસે ટ્રાફીક જામ થઇ જતા રીક્ષાના ચાલકે લાભ લઇ અને કપડાનો ટ્રાન્સપોર્ટમા આપવાના બદલે ફરાર થઇ જતા પોલીસમા છેતરપીંડીની ફરીયાદ નોંધાવવામા આવી છે આ ઘટનામા પ્રનગર પોલીસે આરોપીને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.

વધુ વિગતો મુજબ હંસરાજનગરમા રહેતા અશોક મોહનદાસ પુનવાણી (ઉ.વ. પ9) નામના વેપારીએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ સામાકાઠે પેડક રોડ પર જે. પી. ફેશન નામની રેડીમેડ કપડાની દુકાન ચલાવતા હતા પરંતુ દુકાન તેઓએ થોડા સમય અગાઉ બંધ કરી દીધી હતી અને દુકાનમા રહેલો સામાન ઘરે લઇ આવ્યા હતા અને આ સામાન અન્ય પાર્ટીને વેચી દેતા હતા. ત્યારે ગઇ તા 12 ના રોજ સાંજના સમયે ઘરે રહેલો માલ સામાન 109 નંગ પેન્ટ અને 108 નંગ શર્ટ મળી રૂ. 1 લાખનો માલ ગોંડલ મોકલાવવા માટે મોઇનભાઇનો ઓર્ડર આવ્યો હતો જેથી ઓર્ડર મુજબ વેપારી અશોકભાઇએ એક રીક્ષા ભાડે કરી અને આ સમગ્ર માલ કેશરી પુલ પર આવેલા ગુરુકૃપા ટ્રાન્સપોર્ટમા પહોંચાડવા જણાવ્યુ હતુ.

રીક્ષાની પાછળ પોતે પણ સ્કુટર લઇને જતા હતા તેવામા હોસ્પીટલ ચોક પાસે ટ્રાફીક જામ હોવાથી ત્યાથી પસાર થવામા વાર લાગતા રીક્ષા ચાલક ત્યાથી આગળ નીકળી ગયો હતો અને વેપારી અશોકભાઇ ટ્રાન્સપોર્ટની ઓફીસે પહોંચ્યા ત્યારે ત્યા રીક્ષા ચાલક પહોંચ્યો નહી હોવાનુ જાણવા મળતા અશોકભાઇએ પ્રનગર પોલીસમા ફરીયાદ નોંધાવી હતી આ ફરીયાદમા પીએસઆઇ બેલીમ અને સ્ટાફે આરોપીને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *