ઉપલેટાના ખીરસરા ગામે ખેત મજૂર પરિવારના ઘરેથી 2 લાખની ચોરી

ઉપલેટાના ખીરસરા ગામે માત્ર પાંચ કલાક બંધ રહેલા ખેત મજુર પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને મકાન માંથી રૂૂ.2 લાખની રોકડ ચોરી ગયા હતા આ…

ઉપલેટાના ખીરસરા ગામે માત્ર પાંચ કલાક બંધ રહેલા ખેત મજુર પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને મકાન માંથી રૂૂ.2 લાખની રોકડ ચોરી ગયા હતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ ઉપલેટાના પડવલા રોડ ખીરસરા નજીક રહેતા અને ખેત મજુરી કરતા પોપટ પથુભાઇ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું કે, તે ખીરસરા ગામના રસીકભાઈ વશરામભાઇ પટેલની ખેતીની 20 વિઘા જમીન રૂૂ. 50,000 માં એક વર્ષ માટે વાવવા રાખેલ છે. ચાલુ વર્ષમાં મગફળી 10 ખાંડી તથા 80 મણ તુવેરદાળ થયેલ તે અમોએ વેચેલ જેમાં મગફળીના રૂૂ. 2, 30,00 આવેલ તથા તુવેરના રૂૂ.1, 15,000 આવેલ હતા. જેમાથી અમોએ મજુરી ચુકવેલ હતી અને અમારી પાસે રૂૂ. 2,08,000/- વધેલ હતા તે પોતાના મકાને રૂૂમમાં લોખંડની એક પેટી(કોઠી)માં પૈસા રાખેલ હતા.

આ તમામ રૂૂ. 500 ના દરની નોટો હતી. ગઇકાલ તા. 24/02/2026 ના રાત્રિના દશેક વાગ્યે પોપટભાઈ વહેલી સવારના રસીક ભાઇ પટેલના ખેતરમાં ઘઉંમાં પાણી વાળવાનું હોઇ જેથી રસીકભાઇની વાડીએ જઈને સુઇ ગયેલ હતો અને તા.25/02/2026 સંવારના છ વાગ્યાની બપોરના બે વાગ્યા સુધી વાડીએ પાણી વાળેલ હતુ બાદ બપોરે અઢી વાગ્યે ઘરે આવેલ હતો ત્યારે ઘરના મેઇન દરવાજાની જારીનું તાળુ તુટેલ હતુ તથા મકાનના રૂૂમનું તાળુ તુટેલ હતુ રૂૂમમાં જઇને જોયેલ તો લોખંડની પેટી (કોઠી)નો આગળીયો તુટ્ટેવુલ હતો અને તેમાં પૈસા રાખેલ હતા તે થેલો રૂૂમમાં પલંગ ઉપર પડેલ હતો અને તે થેલામાં રૂૂ.2,08,000 ભરેલ થેલી હતી તે જોવામાં આવેલ નહિ જેથી પેટીમાં બીજો સામાન જે તે સ્થીતીમાં પેટીમાં અંદર હતો તેમજ ચાંદીન સાંકળતા તથ સોનાની મુરકલી જે પેટીમાં જે તે સ્થીતીમાં હતી. દીકરી નીતા બકરા ચરાવવા ગયેલ હતી અને પત્ની સવારના સાતેક વાગ્યે ગામમાં મજુરીએ ગયેલ હતા તેમજ દિનેશ ભાઈ પોતે પાણી વાળવા ગયા ત્યારે ચોરીનો બનાવ બન્યો હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *