બાલાસરમાં અકસ્માતમાં યુવાનનું મોત નિપજાવનાર વાહનમાંથી રૂપિયા 11 લાખના પોષ ડોડા મળ્યા

રાપર તાલુકાના બાલાસર પોલીસ મથકની સામે જ આશાસ્પદ યુવાનની બાઇક સાથે ટકરાવી તેનું મોત નિપજાવી એક ગાડી ફસાતા બીજી કારમાં માદક પદાર્થ ભરી નાસી ગયેલા…

રાપર તાલુકાના બાલાસર પોલીસ મથકની સામે જ આશાસ્પદ યુવાનની બાઇક સાથે ટકરાવી તેનું મોત નિપજાવી એક ગાડી ફસાતા બીજી કારમાં માદક પદાર્થ ભરી નાસી ગયેલા બે આરોપીઓને બાલાસર પોલીસ મથકની ટીમે રૂૂ.11.07 લાખની કિંમતના 73.800 કિલોગ્રામ પોષ ડેડાના જથ્થા સાથે પકડી બે વાહનો, 3 મોબાઇલ સહિત રૂૂ.26.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

બાલાસર પીએસઆઇ વી.એ.ઝા એ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બાલાસર ખાતે માદક પદાર્થ ભરેલી ગાડીએ બાઈક સવાર યુવાનને અડફેટે લેતા 23 વર્ષીય આશાસ્પદ યુવાન અનિલ પ્રેમજી ભટ્ટીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાલાસર પોલીસ મથકની સામે જ બનેલા બનાવબનાવમાં બે ગાડીઓ પૈકી એક ફસાઇ જતા બીજી કારમાં આરોપીઓ માદક પદાર્થ ભરી નાસી ગયા હતા.પરંતુ પોલીસે તરત જ આ અકસ્માત કરી નાસી ગયેલા રાજસ્થાન બાડમેરના તેજારામ જગરામ પ્રજાપતિ અને ભીયારામ દેવરામ પ્રજાપતિને રૂૂ.11,07,000 ની કિંમતના 73.800 કિલોગ્રામ પોષ ડેડાના જથ્થા સાથે પકડી લઇ બે વાહનો અને ત્રણ મોબાઇલ સહિત કુલ રૂૂ.26,22,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ આરોપીઓ વિરૂૂધ્ધ જીવલેણ અકસ્માતનો અને એનડીપીએસ એક્ટ તળે બે ગુના નોંધાયા હતા. બાદ માદક પદાર્થનો જથ્થો સ્કોર્પિયો કારમાં લઇ લેવાયો હતો, જોકે પોલીસે કાર સહીત માદક પદાર્થનો જથ્થો કબ્જે કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *