સૈયદ સમાજ વિરૂધ્ધ ટીપ્પણીથી રોષની લાગણી, વેરાવળ-ધોરાજીમાં આવેદન અપાયા

પોરબંદરના મુસ્લીમ અગ્રણીએ એક જાહેર કાર્યક્રમમાં સૈયદ જ્ઞાતિ તથા પૂર્વજો વિરૂધ્ધ કરેલી અભદ્ર અને અપમાનજનક ટીપ્પણી સામે સૈયદ સમાજમાં રોષ ફેલાયો છે અને વેરાવળ તથા…

પોરબંદરના મુસ્લીમ અગ્રણીએ એક જાહેર કાર્યક્રમમાં સૈયદ જ્ઞાતિ તથા પૂર્વજો વિરૂધ્ધ કરેલી અભદ્ર અને અપમાનજનક ટીપ્પણી સામે સૈયદ સમાજમાં રોષ ફેલાયો છે અને વેરાવળ તથા ધોરાજીમાં આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા.

વેરાવળ
વેરાવળ સૈયદ જમાતના પ્રમુખ આશિક બાપુ કાદરી સહિતના આગેવાનો દ્વારા પીઆઈ. ગઢવી ને લેખિત ફરિયાદ રૂૂપે આવેદનપત્ર પાઠવી જણાવેલ કે, તારીખ 20/07/2026 ના રાત્રે આશરે 10 વાગે પોરબંદરના વીરડી પ્લોટ વિસ્તારમાં જાહેર પ્રોગ્રામમાં સામાવાળા અબ્દુલ સતાર હામદાણી ઉર્ફે (સતાર મોલાના) દ્વારા જાહેર મંચ પરથી સમગ્ર સૈયદ જ્ઞાતિને ટાર્ગેટ કરીને જ્ઞાતિ વિરદ્ધ મનફાવે તેમ હલકી કક્ષાના આક્ષેપ સ્પંદ અને અપમાન જનક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. સાથો સાથ, સૈયદ કોમના પૂર્વજો (જેમની યાદમાં અમે મોહરમ અને તાજીયા બનાવીએ છીએ અને તેમના પ્રત્યે સમગ્ર સમાજને અતૂટ શ્રદ્ધા છે) ની શાનમાં વિરદ્ધ શોભે નહીં તેવા અત્યંત અભદ્ર શબ્દો જાહેર મંચ પરથી બોલીને તેમજ તાજીયા ની મજાક ઉડાવી સ્ટેજ ઉપર હાસ્ય કલાકાર નો પ્રોગ્રામ હોય તેમ લોકોને ખૂબ હસાવી સમગ્ર સૈયદ સમાજ ની ધાર્મિક અને સામાજિક ભાવનાઓને ઊંડી ઠેસ પહોંચાડી છે.

તેમના દ્વારા પોતાની youTube ચેનલ ABDUL SATTAR RAZVI ઉપર આ સમગ્ર વીડિયો અપલોડ કરતા સૈયદ જમાતના સામાન્ય સભ્યો એ સદર વિવાદિત વિડિયો વેરાવળ મુકામે તા.01/08/2026 ના રોજ જોયેલ જેનાથી લાગણી ને ઠેસ પહોંચાડી મુસ્લિમ સમાજમાં અંદરો અંદર કોમી વૈમનસ્ય ફેલાવી સૈયદ સમાજની લાગણી દુભાઈ હોય તેથી BNS તથા IT Act ની કલમો હેઠળ એફ.આઈ.આર. (FIR) નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરેલ છે. આ તકે કાદરી અસગર બાપુ સૈયદ, શબ્બીર બાપુ સૈયદ, બુખારી અલ્તાફ મીયા, ચિશ્તી અનીશ બાપુ, બુખારી અખ્તર મિયા, સીરાજી રફીક બાપુ સહિત મોટી સંખ્યામાં સૈયદ જમાતના તથા અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

ધોરાજી
પોરબંદરના અબ્દુસ સત્તાર હમદાની (સત્તાર મૌલાના) નામના વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર ઇસ્લામ ધર્મની આદરણીય ગણાતી સૈયદ જમાત, ઇમામ હુસૈન અને તાજિયા અંગે કરવામાં આવેલી કથિત આપત્તિજનક ટિપ્પણીઓને લઈને ધોરાજીમાં મુસ્લિમ સમાજમાં રોષની લાગણી વ્યાપી છે. આ મુદ્દે ધોરાજી સુન્ની મુસ્લિમ સાદાત જમાત તથા તાજિયા કમિટીના આગેવાનો અને સમાજના સભ્યો એકત્રિત થઈ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને જવાબદાર વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *