જામનગર માં મોહન નગર વિસ્તારમાં જય જલા રામ નામના મકાનમાં રહેતા અને પોતાના પતિ સાથે કરિયાણા ની દુકાન ચલાવતા વર્ષાબેન પ્રભુદાસભાઈ લુક્કા નામના 52 વર્ષના લોહાણા મહિલા પોતાના મકાનને તાળું મારી ને દુકાને પયી ણી મદદે ગયા હતા દરમિયાન કોઈ તસ્કરો તેમના મકાનમાંથી ત્રણ નંગ સોનાની વીંટી બે નંગ સોના ની કોપર વાળી બંગડી તેમજ રૂૂપિયા 40 હજારની રોકડ રકમ સહિત રૂૂપિયા 1,10,000 ની માલમતા ચોરી કરી ગયા હતા.
આ ચોરીના બનાવ અંગે વર્ષાબેન લુકકા દ્વારા જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ વી.આર. ગામેતી અને તેઓની ટીમ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે. ગત પાંચમી તારીખે સવારના 11.15 વાગ્યાથી બપોરના 2.30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ઉપરોક્ત ચોરી થઈ હોવાથી પોલીસ દ્વારા આ મામલે કેટલાક શકમંદને બોલાવીને પૂછપરછ હાથ ધરી છે.
