મોરબી રોડ પર સ્કૂલે જતી સગીર છાત્રાનો પીછો કરી રોમિયોની પજવણી

એક વર્ષથી હેરાન કરતા અંતે ફરિયાદ : પોકસો હેઠળ ગુનો નોંધી આરોપી સકંજામાં શહેરની ભાગોળે મોરબી રોડ પર સગીરાની છેડતીનો બનાવ સામે આવ્યો છે. સ્કૂલે…

એક વર્ષથી હેરાન કરતા અંતે ફરિયાદ : પોકસો હેઠળ ગુનો નોંધી આરોપી સકંજામાં

શહેરની ભાગોળે મોરબી રોડ પર સગીરાની છેડતીનો બનાવ સામે આવ્યો છે. સ્કૂલે જતી સગીર છાત્રાનો પીછો કરી શખ્સ એક વર્ષથી પજવણી કરતો હોય જે અંગે સગીરાના કાકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા બી-ડિવિઝન પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. મોરબી રોડ વિસ્તારમાં રહેતી સગીર છાત્રાના કાકાએ બીડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેજ વિસ્તારમાં રહેતા રોહીત દંડૈયાનું નામ આપ્યુ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની 14 વર્ષની ભત્રીજી સ્કૂલ જતી હોય ત્યારે છેલ્લા એકદ વર્ષથી આરોપી રોહીત ભત્રીજીનો અવાર નવાર પીછો કરી પજવણી કરતો હોય ગઇકાલે પણ ભત્રીજી સ્કૂલે જતી હતી ત્યારે આરોપીએ તેનો પીછો કરી રસ્તામાં આતરી તેની છેડતી કરી હતી.

જેથી સગીરાએ ઘરે આવી પરિવારજનોને જાણ કરી હતી. ત્યાર બાદ પરિવારજનો દ્વારા બીડિવિઝન પોલીસ મથકે દોડી જઇ છેડતી અંગેની જાણ કરતા પોલીસે સગીરાના કાકાની ફરિયાદ પરથી આરોપી રોહીત દંડૈયા વિરૂધ્ધ છેડતી અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને તાત્કાલીક સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે બી ડિવિઝન પીઆઇ એસ.એસ.રાણે અને રાઇટર સંદીપ અવાડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *