સચિન તેંડુલકરે 29 જ્યારે રોહિતે 26 છગ્ગા પાક સામે વનડેમાં ફટકાર્યા છે
રોહિત શર્માની શરૂૂઆત ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારી રીતે શરૂૂ થઈ છે. પ્રથમ મેચમાં કેપ્ટને 36 બોલમાં 41 રન બનાવ્યા હતા. હવે તેની નજર પાકિસ્તાન સામેની મેચ પર રહેશે, આ મેચમાં તેને સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવાની તક મળશે. ભારતીય સચિન તેંડુલકરે જેમણે પાકિસ્તાન સામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા હતા. તેણે 69 મેચની 67 ઇનિંગ્સમાં 29 સિક્સર ફટકારી છે. હાલમાં તેની પાછળ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા છે. રોહિત શર્મા સચિનના રેકોર્ડને તોડવાથી 4 સિક્સ દૂર છે. રોહિત 19 મેચમાં 26 સિક્સર ફટકારી છે. રોહિત શર્મા વિશ્વનો બીજો ખેલાડી છે જેણે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે. તેણે 269 મેચોમાં 338 સિક્સર ફટકારી છે. તેની આગળ પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી છે, તેણે 398 મેચમાં 351 સિક્સર ફટકારી છે.
ભારતીય બેટ્સમેન કે જેમણે પાકિસ્તાન સામે સૌથી વધુ સિક્સર ફટકારી છે (વનડેમાં)
1- સચિન તેંડુલકર (29)
2- રોહિત શર્મા (26)
3- એમએસ ધોની (25)
4- યુવરાજ સિંહ (22)
5- વિરેન્દ્ર સેહવાગ (20)