હરિયાણામાં હત્યાને અંજામ આપનાર રોહિત ગોદારા, નવીન બોકસર ગેંગના શાર્પશૂટર ઝડપાયા

હરિયાણાના ભીવાની કોર્ટમાં ફાયરિંગ કરી હત્યા કરી હતી: રોહિત લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગના સૂત્રધાર ગોલ્ડી બ્રારનો ખાસ સાગરીત હરિયાણામાં હત્યાના ગુનાને અંજામ આપનાર વોન્ટેડ રોહિત ગોદારા-નવીન…

હરિયાણાના ભીવાની કોર્ટમાં ફાયરિંગ કરી હત્યા કરી હતી: રોહિત લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગના સૂત્રધાર ગોલ્ડી બ્રારનો ખાસ સાગરીત

હરિયાણામાં હત્યાના ગુનાને અંજામ આપનાર વોન્ટેડ રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગનો શૂટર કચ્છના રાપરમાં છુપાયો હોવાની બાતમી આધારે ગુજરાત એટીએસ અને પૂર્વ કચ્છ પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો તેની સાથે આશરો આપનાર શખ્સને પણ દબોચી લેવામાં આવ્યો છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ, ગેંગ સાથે સંકળાયેલો હરિયાણાના કાંકરોલીનો વિકાસ ઉર્ફે ગોલુ જસબીરસિંહ શ્યોરાણ રાપરમાં રોકાયો હોવાની બાતમી આધારે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે, તે નાગેશ્વર પાર્ક ખાતે આવેલ આરઓ પ્લાન્ટ કંપનીમાં પોતાના ઓળખીતાને ત્યાં રોકાયો છે. જેથી એટીએસની ટીમે પૂર્વ કચ્છ એસઓજી અને એલસીબીની સાથે મળી રાપરમાં રહેતા વિકાસને દબોચી લીધો હતો.

આ વિકાસ હરિયાણાના જ દિંન્કેશ ઉર્ફે કાલી પરમાનંદ ગર્ગના કબજાના મકાનમાં રહેતો હતો. બંનેને અમદાવાદ એટીએસ ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા, જ્યાં પૂછપરછમાં જાણવા મળ્યું કે, તા.4-9-2025 ના હરિયાણાના ભીવાની શહેરના કોર્ટ પરિસરમાં અજય તથા રોહિત સાથે મળીને આ વિકાસે પૂર્વ આયોજિત કાવતરના ભાગરૂૂપે હરિયાણાના લવજીતની ગોળી મારીને હત્યા કરી હતી. આ હત્યા કરવા માટે પિસ્તોલ રોહિત ગોદારા દ્વારા મોકલવામાં આવી હતી.

આ હત્યાનો ગુનો બે ગેંગ વચ્ચેની અદાવાદમાં બન્યો હતો. જે બાબતે ભીવાની પોલીસ લાઈનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓ રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગના સભ્યો છે અને હત્યાને અંજામ આપ્યા બાદ કુખ્યાત આરોપી વિકાસ ફરાર હતો અને નવેમ્બર મહિનામાં રોહિત ગોદારા-નવીન બોક્સરની સૂચનાથી જ મૂળ હરિયાણાના હાલે રાપરમાં રહેતા કાલી પાસે આશરો લીધો હતો.

કાલીની પૂછપરછ કરતાં જણાવ્યું કે, તે નવીન બોક્સર સાથે પરિચયમાં હોવાથી વિકાસને હત્યા બાદ આશરો આપ્યો હતો. જેથી વિકાસ અને કાલીની અટકાયત કરી તેને હરિયાણા એસટીએફને આગળની તપાસ માટે સોંપવામાં આવ્યા છે.

રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગના સૂત્રધાર ગોલ્ડી બ્રારનો ખાસ સાગરીત છે. આ ગેંગ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં શરાબના ઠેકેદારો, જાણીતી હસ્તીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, મોટી મોટી હોસ્પિટલો પાસેથી ખંડણી ઉઘરાવવાનું, કોન્ટ્રાક્ટ કિલીંગ જેવા ગંભીર ગુના આચરે છે. લવજીતની હત્યાના પગલે હરિયાણાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ગત બીજી ડિસેમ્બરે સોનીપતમાંથી ગોલ્ડી-ગોદારા ગેંગના સાત સાગરીતોની સાત વિદેશી પિસ્તોલ અને 197 કારતૂસ સાથે ધરપકડ કરી હતી. આ ગેંગને મળતાં ફંડીંગ, આશ્રયસ્થાનો, તેમની મૂવમેન્ટ પર હરિયાણા જઝઋએ બરાબરની તવાઇ બોલાવતા ગેંગસ્ટર્સ રાપરના નાગેશ્વર પાર્કમાં રહેવા આવી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *