ગોંડલમાં ઝાડ સાથે લટકી યુવકનો ફાંસો ખાઈ આપઘાત

મૃતક અજાણ્યા યુવકના વાલીવારસની શોધખોળ ગોંડલના સડક પીપળીયા ગામ પાસે ગ્રાન્ડ માલધારી હોટલ પાછળ આવેલી વાડીમાં અજાણ્યા યુવાને ઝાડમાં લટકી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો…

મૃતક અજાણ્યા યુવકના વાલીવારસની શોધખોળ

ગોંડલના સડક પીપળીયા ગામ પાસે ગ્રાન્ડ માલધારી હોટલ પાછળ આવેલી વાડીમાં અજાણ્યા યુવાને ઝાડમાં લટકી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે મૃતક અજાણ્યા યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના સડક પીપળીયા ગામ પાસે આવેલ ગ્રાન્ડ માલધારી હોટલ પાછળ વાડીમાં અજાણ્યા યુવકનો મૃતદેહ ઝાડમાં લટકતો હોવાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટન માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં અમૃતક અજાણ્યો યુવાન મૂળ છત્તીસગઢનો વતની અને દિપક કોળી નામ હોવાનું જાણવા મળતા પોલીસે તેના વાલીવારસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે.

પરંતુ હજુ સુધી પોલીસને મૃતક યુવકના વાલીવારસ મળી નહીં આવતા પોલીસે મૃતક યુવકના વાલીવારસની શોધખોળ કરી મૃતક યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *