કાલાવડ રોડ પર બોયઝ હોસ્ટેલમાં રહેતા કુલદીપભાઈ હરેશભાઈ મેટડીયા(ઉ.વ.19) ગઈકાલે તેમના સાથી કર્મચારીઓ સાથે વિમલનગર મેઈન રોડ પર એટીએમમાં રોકડ લોડીંગ તથા અનલોડીંગ કરવાની ફરજ પર હોય ત્યારે બે અજાણ્યા શખ્સો જાહેરમાં સુલેહ શાંતીનો ભંગ કરતા હોય અને ગાળો આપતા હોય તેઓએ ગાળો આપી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કુલદીપભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,સીએમએસ કેસ મેનેજમેન્ટમાં કેસ ઓફીસર તરીકે ફરજ બજાવુ છું જેમા મારે આખા રાજકોટ શહેરમા તમામ બેન્કના એટીએમમા કેસ (રોકડ) લોડીંગ તથા અ નલોડીંગ કરવાની ફરજ મારી હોય છે તેમજ મારી ફરજ નો સમય સવાર ના સાડા નવ થી રાત્રીના સાતેક વાગ્યા સુધી નો સમય હોય છે.જેમા નિત્યાનુક્રમાનુ હું ગાડીમા તથા બીજા કેસ ઓફીસર તરીકે રાહુલભાઈ નાગરભાઈ રાઠોડ, ડ્રાઈવર તરીકે અરૂૂણકુમાર 2સીકલાલ નીમાવત, ગનમેન તરીકે કનકસિંહ કીરીટસિંહ રાણા સાથે અમારી ફરજ ઉપર ગયા હતા.
આજરોજ તા.05/11 ના રોજ સાંજના સાડા છએક વાગ્યે અમારી ગાડી લઈ વિમલનગર મેઈન રોડ શિવધારા સોસાયટી ચાર રસ્તા ઉપર આવેલ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ આવેલ છે ત્યા અમો કેસ(રોકડ) લોડીંગ કરવા માટે ગયેલ અને લોડીંગ કરી અને ગાડી પાસે પરત ફરતા હોય તે દરમ્યાન બે અજાણ્યા શખ્સો કે,જેઓ રસ્તા ઉપર પસાર થતા નીકળતા તેમજ આવતા વાહનોના ચાલક ને ગાળો દેતા હોય અને જાહેરમા સુલેહ શાંતીનો ભંગ કરતા હોય મે કોઈ તેઓ તરફ ધ્યાન દીધેલ નહી અને રોકડ રકમ કેસેટ બેગમા ભરેલ હોય જે કેસેટ બેગ અમારી ગાડીના પાછળના વોલ્ટમા (રૂૂપીયા રાખવાની જગ્યા) રાખતો હોય તે દરમ્યાન આ બે અજાણ્યા શખ્સો કેસ ઓફીસર રાહુલને ગાળો દેવા લાગ્યા હતા.
તે સમયે રાહુલભાઈ મને ગાડીમા બેસી જવાનુ કહેતા હું બેસવા જતા કાઠલો પકડી ગાળો દઈ મને ઝાપટો મારી અજાણ્યા શખ્સ સાથે બીજો શખ્સ મને કોઈ કારણ વિના ગાલના ભાગે ફડાકો મારી સામુ જોવે છે તેમ કહી મારી સાથે રહેલ રાહુલભઈને કાઠલો પકડી ધક્કો મારી તે દરમ્યાન ડ્રાઈવર તથા ગનમેન નીચે ઉતરી જતા તેની સાથે પણ હાથા પાઈ કરી ઝગડો કરી આ બન્ને શખ્સોએ અમારા તમામ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગતા અમોએ 100 નંબરમાં ફોન કરતા પોલીસ બોલાવેલ તે વખતે ત્યાની શીવધામ સોસાયટી ખાતે બન્ને શખ્સો દોડીને ભાગી ગયા હતા.બાદમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
