મંગળા રોડ ઉપર ફાયરિંગ પ્રકરણમાં મરઘા ગેંગનો સાગ્રીત ઝડપાયો, સુત્રધારો નેપાળ ભાગ્યાની શંકા

શહેરમાં મંગળા રોડ પર મરઘા અને પેંડા ગેંગન સાગરીતો વચ્ચે થયેલા અંધાધુધ ફાયરીંગ કરાયાના બનાવમાં પોલીસે ગુનો નોધી બન્ને ગેંગના 15 શિખસની ધરપકડ કરી હતી…

શહેરમાં મંગળા રોડ પર મરઘા અને પેંડા ગેંગન સાગરીતો વચ્ચે થયેલા અંધાધુધ ફાયરીંગ કરાયાના બનાવમાં પોલીસે ગુનો નોધી બન્ને ગેંગના 15 શિખસની ધરપકડ કરી હતી જયારે મુરધા ગેંગના સુત્રધાર સહીતના 9 સાગરીતો હજુ ફરાર હોય ત્યારે મરઘા ગેંગના એકની ધરપકડ કરી મુખ્ય સુત્રધારો નેપાળ ભાગી ગયાની શંકાએ રાજકોટ પોલીસની અલગ અલગ ટીમ તેને પકડી લેવા નેપાળ બોર્ડરના ગામોમાં તપાસ કરી રહી છે.

ફાયરીંગ મામલે પોલીસે પેંડાના ભયલો ગઢવી,મેટીયો ઝાલા,મોન્ટુ રોજાસરા,હીંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવી તેમજ મરઘા ગેંગના સમીર ઉર્ફે સંજલો જાવીદભાઈ જુણેજા,અબ્દુલ્લા ઉર્ફે દુલીયો ભીખુભાઇ ઘાડા,શાહનવાઝ અબ્દુલ્લા ઉર્ફે દુલીયો ભીખુભાઇ ઘાડા,શાહનવાઝના મીત્રો સમીર ઉર્ફે મુરધો,સોહીલ સીંકદરભાઇ ચાનીયા,સોહીલ દીવાન ફકીર,અમન અલ્તાફભાઈ પીપરવાડીયા તથા તપાસમાં ખુલે તમામ સામે હત્યાની કોશિષ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

આ મામલે પેંડા ગેંડના ભયલો ગઢવી,મેટીયો ઝાલા,મોન્ટુ રોજાસરા,હીંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવી સહિતનાને તેમજ આશરો આપનાર અને હથિયાર સપ્લાય કરનારને પોલીસે ઝડપી લીધા હતા. એસઓજીએ બાતમીને આધારે જંગલેશ્વરમાં દરોડો પાડી મુરધા ગેંગના સાગરીત અરમાન ઉર્ફે ચકી કાસમ સાંધની ધરપકડ કરી છે. મરઘા ગેંગના સમીર ઉર્ફે સંજલો જાવીદભાઈ જુણેજા સહીતના સુત્રધારો નેપાળ ભાગી ગયાની શંકાએ આ ટોળકીના સુત્રધારોને પકડવા રાજકોટ પોલીસની અલગ અલગ ટીમ નેપાળ બોર્ડરના ગામડા ખુંદી રહી છે. પકડાયેલ શખ્સ પાસેથી વધુ આરોપીઓને શોધવા પુછતાછ કરી વધુ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *