કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત કરવા રોડમેપ તૈયાર

રાજકોટ ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ દિવસીય સૌરાષ્ટ્ર ઝોન સમીક્ષા બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં…

રાજકોટ ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ દિવસીય સૌરાષ્ટ્ર ઝોન સમીક્ષા બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રી તથા રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, અખિલ ભારતીય કોંગ્રેસના ગુજરાતના સહપ્રભારીઓ, તેમજ પ્રદેશના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ચૂંટણીલક્ષી તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી તેમજ આગામી દિવસોમાં સંગઠનાત્મક માળખું વધુ સશક્ત બને તે માટે માર્ગદર્શિકા અને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો

.
આ ઉપરાંત, ચૂંટણી દરમિયાન વિવિધ આગેવાનો અને કાર્યકરોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તેમજ સ્થાનિક આગેવાનો અને કાર્યકરોની આગામી ભૂમિકા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સંગઠનને કેન્દ્રસ્થાને રાખીને વધુ સક્રિય, મજબૂત અને અસરકારક રીતે કાર્ય કરવાની દિશામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

બેઠકમાં ખાસ કરીને બૂથ સ્તરથી લઈને જિલ્લા અને શહેર સંગઠન સુધી વધુ અસરકારક સંકલન ઉભું થાય, દરેક કાર્યકર સુધી સંગઠનની જવાબદારી અને કાર્યક્રમો પહોંચે તેમજ જનતા વચ્ચે કોંગ્રેસ પક્ષના વિચારો અને જનહિતના મુદ્દાઓને વધુ મજબૂતીથી લઈ જવા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો. આગામી સમયમાં સંગઠનાત્મક કાર્યક્રમો, જનસંપર્ક અભિયાન અને ચૂંટણીલક્ષી તૈયારીઓને વધુ વેગ આપવા માટે જરૂૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર ઝોનના તમામ જિલ્લાના હોદ્દેદારો અને આગેવાનોએ પોતાના વિસ્તારની રાજકીય પરિસ્થિતિ, સંગઠનની સ્થિતિ અને આગામી પડકારો અંગે વિગતવાર રજૂઆતો કરી હતી. કેન્દ્રીય અને પ્રદેશના નેતાઓએ દરેક રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું. આગામી દિવસોમાં સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને જનકેન્દ્રિત બનાવી કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે બેઠકનો પ્રથમ દિવસ સફળતાપૂર્વક રહ્યો.

તા.9-10ના કાર્યક્રમો
તા.9 જુલાઈ, 2026 (જામનગર)
જામનગર શહેર સમીક્ષા બેઠક
જામનગર જિલ્લા સમીક્ષા બેઠક
પોરબંદર શહેર સમીક્ષા બેઠક
પોરબંદર જિલ્લા સમીક્ષા બેઠક
દેવભૂમિ દ્વારકા જિલ્લા સમીક્ષા બેઠક
તા.10 જુલાઈ, 2026 (રાજકોટ)
બોટાદ જિલ્લા સમીક્ષા બેઠક
ભાવનગર શહેર સમીક્ષા બેઠક
ભાવનગર જિલ્લા સમીક્ષા બેઠક
મોરબી જિલ્લા તથા શહેર સમીક્ષા બેઠક
અમરેલી જિલ્લા સમીક્ષા બેઠક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *