જામનગર જિલ્લામાં દારૂૂબંધીના કાયદા હેઠળ વિવિધ પોલીસ મથકોમાં પકડાયેલા વિદેશી દારૂૂના જથ્થાનો આજે સામૂહિક નાશ કરવામાં આવ્યો હતો. લાલપુર, જામજોધપુર, શેઠવડાળા અને મેઘપર (પડાણા) પોલીસ મથકોમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે રૂૂ. 2.25 કરોડની કિંમતના વિદેશી દારૂૂની 42 હજારથી વધુ બોટલોનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જેસીબી અને રોલર વડે નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાલપુર પોલીસ મથકની 33,023, જામજોધપુર પોલીસ મથકની 1,346, શેઠવડાળા પોલીસ મથકની 7,805 અને મેઘપર (પડાણા) પોલીસ મથકની 249 બોટલો સહિત કુલ 42,423 બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. પ્રેસનોટમાં નષ્ટ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂૂ. 2,25,58,315 દર્શાવવામાં આવી છે.આ કામગીરી દરમિયાન સરકારી સમિતિના અધ્યક્ષ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મદદનીશ પોલીસ અધિક્ષક, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત પોલીસ મથકોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.દારૂૂની હજારો બોટલોને ખુલ્લી જગ્યામાં ગોઠવી તેના પર રોલર અને જેસીબી ફેરવી નાશ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
