ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોમાં વધારો થવાને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા તથા ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગો ફેલાવાની સંભાવના વધે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરી વાહકજન્ય રોગોને અસરકારક રીતે નિયંત્રણમાં રાખવા માટે”વન-ડે-વન-વોર્ડ”કાર્યક્રમ હેઠળ સઘન ઝુંબેશનું આવતીકાલ તા.4થી આયોજન કરવામાં આવ્યું છે.
આ ઝુંબેશ શહેરના તમામ 18 વોર્ડની મુખ્ય ઓફિસ પરથી કરવામાં આવશે. કાર્યક્રમ મુજબ દરરોજ એક વોર્ડમાં આરોગ્ય વિભાગની તમામ ટીમોને સંયુક્ત રીતે કાર્યરત કરી ટીમ વર્કના આધારે વાહક નિયંત્રણની વિવિધ કામગીરી ઝુંબેશ સ્વરૂૂપે હાથ ધરવામાં આવશે.
આ સમગ્ર અભિયાન દરમિયાનકુલ 518 અર્બન અજઇંઅ પૈકી જે-તે ઝોનમાં કાર્યરત અર્બન અજઇંઅ પોતાના સંબંધિત ઝોનના વોર્ડમાં આયોજન મુજબ કામગીરી કરશે. ઉપરાંત 114 MPHW, 40 મેલેરિયા ફિલ્ડ વર્કરની ટીમો સંયુક્ત રીતે પ્રોગ્રામ મુજબના વોર્ડમાં જોડાઈ વાહકજન્ય રોગ નિયંત્રણની વિવિધ કામગીરી અસરકારક રીતે કરશે. આ ઝુંબેશ દરમ્યાન ઘરની અંદર તથા આસપાસ મચ્છર ઉત્પતિ સ્થાનો જેવા કે ટાંકા, ટાંકી, બેરલ, પાણીની કુંડી, પક્ષીકુંજવગેરે જેવા પાત્રોને તપાસી લોકોને ઉત્પતિ અટકાયતીના પગલાં લેવા આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે તથા ભંગાર, બિનજરૂૂરી પાત્રો વગેરેનો નાશ કરાવવામાં આવશે તથા લાર્વીસાઇડ છંટકાવ કરવાની કામગીરી કરાવવામાં આવશે.
વોર્ડમાં પાણી ભરાયેલ નાના મોટા ખાડા ખાબોચીયા કે જયાં મચ્છર ઉત્પતિ સ્થાન બની શકે છે ત્યાં દવા કે ઓઇલ છંટકાવની કામગીરી કરવામાં આવશે. મોટા ખુલ્લા રહેતા પાણી ભરેલા પાત્રો / સ્થળોએ પોરાભક્ષક માછલી મુકવામાં આવશે.રહેણાંકની સાથે શાળા, બાંધકામ સાઇટ, હોટલ, હોસ્પિટલ. સરકારી કચેરીવગેરે જેવી પ્રિમાઇસીસની મુલાકાત કરી વાહકનિયંત્રણની કામગીરી કરાવવામાં આવશે. લોકોમાં મચ્છરજન્ય રોગો તથા મચ્છર ઉત્પતિ અટકાયતી વિશે સમજ મળી રહે તે હેતુસર પત્રિકા, પોસ્ટરના માઘ્યમથી આરોગ્ય શિક્ષણ આપવાની કામગીરી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના તમામ નાગરિકોને આ ઝુંબેશમાં સહભાગી થવા તેમજ પોતાના ઘર, શેરી તથા વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અને આરોગ્ય વિભાગની ટીમોને સહયોગ આપવા એક અપીલ અને અનુરોધ કરવામાં આવે છે.

