RMC યોજિત શરદોત્સવ ‘ફ્લોપ-શો’, અડધો અડધ ખુરશી ખાલી, દૂધ-પૌવા વધી પડ્યા

ઉત્સવપ્રિય રાજકોટવાસીઓ માટે મહાનગરપાલિકા દ્વારા શરદોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરીજનોના મનોરંજન અને ધાર્મિક લાગણીઓને જાળવી રાખવાના હેતુથી કરાયેલો આ પ્રયાસ બેશક સારો…

ઉત્સવપ્રિય રાજકોટવાસીઓ માટે મહાનગરપાલિકા દ્વારા શરદોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરીજનોના મનોરંજન અને ધાર્મિક લાગણીઓને જાળવી રાખવાના હેતુથી કરાયેલો આ પ્રયાસ બેશક સારો હતો, પરંતુ કાર્યક્રમના નિમ્ન સ્તરીય આયોજનના કારણે કાર્યક્રમ ફ્લોપ-શો રહ્યો હતો.

મહાનગરપાલિકા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ શરદોત્સવના કાર્યક્રમમાં 4000થી વધુ ઉત્સાહી શહેરીજનો ઉમટી પડશે. જો કે, વાસ્તવિકતા આ દાવાઓથી તદ્દન વિપરીત રહી હતી. કાર્યક્રમ સ્થળે વધીને માંડ 2200 જેટલી જ ખુરશીઓ ભરાઈ શકી હતી, અડધો-અડધ ખુરશીઓ ખાલીખમ જોવા મળી હતી. મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતા આયોજકોની બેદરકારી ખુલ્લી પડી ગઈ હતી. થોડીઘણી સંખ્યા દેખાઈ રહી હતી, તેમાં પણ સામાન્ય જનતા કરતાં ખુદ ભાજપના કાર્યકરો અને મનપાના સ્ટાફની સંખ્યા જ આશરે 1000 જેટલી હતી. એટલે કે, સામાન્ય જનતાનો ઉત્સાહ આ કાર્યક્રમમાં નહિવત્ જોવા મળ્યો હતો અને માત્ર સરકારી વહીવટી તંત્ર તથા રાજકીય કાર્યકર્તાઓની ભીડથી જ આંગણું ભરાયાનો દેખાવ કરવામાં આવ્યો હતો.

શરદોત્સવમાં અગાઉથી થયેલી ધારણા મુજબ વ્યવસ્થા કરાયેલી દૂધ-પૌવાની પ્રસાદી પણ વધી પડી હતી. આ સમગ્ર નિષ્ફળતા પાછળ આયોજનની અદૂરદર્શિતા જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. આ કાર્યક્રમ યોજવાની મુખ્ય જવાબદારી સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનિષ ભટ્ટને સોંપવામાં આવી હતી. અગાઉ મટકીફોડના કાર્યક્રમમાં પણ કુશળતાના દાવાઓ પોકળ સાબિત થયા હતા, અને હવે શરદોત્સવના આ બીજા કાર્યક્રમમાં પણ મનિષ ભટ્ટની કહેવાતી કુશળતા સંપૂર્ણપણે ’મપાઈ’ ગઈ છે.

ટેન્ડરથી અપાયેલા આ કામ સહિત સવા કલાકમાં 10 લાખનું આંધણ
એન્કર: રૂા. 3,500
એલઇડી સેટ : અંદાજીત 600 સ્કેવરફૂટ લાઇવ વીડિયોગ્રાફી મિક્ષર ઓપરેટર તેમજ અન્ય જરૂરી સાધન સામગ્રી સાથે રૂા.1,20,000
મુખ્ય સ્ટેજ પર ગરબા રજવાડી થીમ વાળો સેટ : રૂા. 25,000
કલાકારોને પુરસ્કાર, એકોમોડેશન ભોજન: ટ્રાવેલિંગ તથા અન્ય તમામ ખર્ચ રૂા. 2,50,000
શિલ્ડ ત્રણ નંગ : રૂૂ.6,500
ડ્રોન અંદાજીત ત્રણ કલાક વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે રૂૂ. 20,000
કાર્યક્રમમાં હાજર અંદાજીત ચાર હજાર વ્યક્તિઓ માટે દૂધ પૌવાનો ખર્ચ રૂા. 2,00,000
લિસ્ટમાં સામેલ ન હોય તેવી સુચવ્યા મુજબની જરૂરિયાત મુજબ કામગીરી (બજારભાવ એસઓઆર અથવા ખછઙ મુજબ રૂા. 1,00,000

પાથરેલી ખુરશી ખાલીખમ, અન્ય 500 ખુરશી તો થપ્પામાંથી કાઢવી જ ન પડી
કાર્યક્રમ શરૂૂ થયાની એક કલાક બાદ પણ સ્ટેજ સામે ગોઠવવામાં આવેલી અડધાથી વધુ ખુરશીઓ ખાલીખમ જોવા મળી હતી. તંત્ર દ્વારા 4,000 લોકો ઉપસ્થિત રહેવાની મોટી ધારણા બાંધવામાં આવી હતી, પરંતુ તેની સામે માંડ 200 લોકો જ હાજર રહ્યા હતા. લોકોની પાંખી હાજરીને લઈ આયોજકોને 500થી વધુ ખુરશીઓ તો કાઢવાની જરૂૂર પણ પડી નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *