વિપક્ષ દ્વારા ફેલાવાતી અરાજકતા વિરોધમાં કાલે ભાજપની પદયાત્રા

અરાજકતાનો વિરોધ કરતી પદયાત્રા આવતીકાલે યોજાશે આવતીકાલ તા. 27/10 મંગળવારના સાંજે 4.30 કલાકે સરદાર પટેલની પ્રતિમા બહુમાળી ભવન ચોક ખાતે સભા યોજી જિલ્લા પંચાયત ચોક,…

અરાજકતાનો વિરોધ કરતી પદયાત્રા આવતીકાલે યોજાશે આવતીકાલ તા. 27/10 મંગળવારના સાંજે 4.30 કલાકે સરદાર પટેલની પ્રતિમા બહુમાળી ભવન ચોક ખાતે સભા યોજી જિલ્લા પંચાયત ચોક, સર્વેશ્વર ચોક, રામકૃષ્ણ આશ્રમ, માલવીયા ચોક થઈ ત્રિકોણબાગ સુધીની વિશાળ જનસમર્થન અને જનભાગીદારી સાથેની પદયાત્રા યોજાશે.આ પદયાત્રામાં પ્રદેશ પ્રભારીતરુણજી ચુઘ અને અધ્યક્ષજગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અનિરૂૂધ્ધભાઈ દવે, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, નિમુબેન બાંભણીયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ મંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા, પૂર્વ પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર સહિત સૌરાષ્ટ્ર ઝોનના સાંસદઓ, ધારાસભ્યઓ, હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સ્થિર અને પ્રગતિશીલ સરકાર વિરૂૂધ્ધ અરાજકતા ફેલાવી અસ્થિર કરવાના મનસુબા સાથે તાજેતરમાં રાહુલ ગાંધીએ ભારતીય ચુંટણી પંચ અને ભાજપ સરકાર વિરૂૂધ્ધ વિપક્ષના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનોને લાંબા સમય સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આ જાહેરાત પછી, વિપક્ષ જનતામાં સતત મિથ્યા અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યો છે અને જાહેર સંસ્થાઓમાં લોકોના વિશ્વાસને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. સત્તાના લાલચમાં વિપક્ષે પોતાના સંકુચિત રાજકીય હિતોને રાષ્ટ્રીય હિતોથી ઉપર રાખ્યા છે અને ઘૂસણખોરોને સમર્થન આપીને પોતાના રાજકીય લાભ માટે દેશના લોકતંત્ર પર હુમલો કરી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરતો રહ્યો છે.

આ પદયાત્રાના માધ્યમથી વિપક્ષના રાજકીય એજન્ડાને ઉજાગર કરવામાં આવશે અને તેમની મિથ્યા અને ભ્રામક માહિતીનો પ્રજાની વચ્ચે જઈ સીધો જવાબ આપવાનો સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવશે અને ભારતની લોકતાંત્રિક સંસ્થાઓમાં જનતાના વિશ્વાસને ફરીથી મજબુત કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી તરૂૂણજી ચુઘ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ સહસંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીજીની સુચના અનુસાર તમામ જીલ્લા મહાનગરમાં લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન હેઠળ વિપક્ષને જવાબ આપવા અને દેશની જનતાને વિપક્ષનો અસલી ચહેરો ઉજાગર કરવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.

જે અનુસંધાને રાજકોટ મહાનગર ભાજપ સંગઠન પ્રભારી અનિરુધ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ આ લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો કાર્યક્રમ અંતર્ગત યોજાનાર આ સૌરાષ્ટ્ર ઝોનની પદયાત્રામાં પ્રદેશ પ્રભારીતરુણજી ચુઘ, પ્રદેશ અધ્યક્ષજગદીભાઈ વિશ્વકર્માની આગેવાનીમાં યોજાશે અને આ પદયાત્રામાં પ્રદેશ સહસંગઠન મહામંત્રી અરુણ બિન્નાડી, પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અનિરૂૂધ્ધભાઈ દવે, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, નિમુબેન બાંભણીયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ મંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા, પૂર્વ પ્રદેશ મંત્રીઝવેરીભાઈ ઠકરાર સહિત સૌરાષ્ટ્ર ઝોનના સાંસદઓ, ધારાસભ્યઓ, હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ પદયાત્રામાં સૌરાષ્ટ્ર ઝોનના તમામ મહાનગર અને જીલ્લાના પ્રમુખઓ, મહામંત્રીઓ સહિત સંગઠનના તમામ હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *