રાજકોટ મનપામાં નવી બોડી આવ્યા બાદ મેયર સહિતના મુખ્ય પાંચ હોદેદારોની પસંદગીમાં એક મહિનો નીકળી ગયો અને 15 પેટા સમિતિના ચેરમેન સહિતના સભ્યોની પસંદગીમાં પણ લાંબી ઢીલ થયા બાદ આજે જનરલ બોર્ડના અંતમાં અરજન્ટ દરખાસ્તોરૂૂપે સમિતિના સુકાનીઓના નામ જાહેર થયા હતા. પ્રથમ વખત ચૂંટાયેલા અને સિનિયર નગરસેવક બન્નેના મિશ્રણ સાથે પેટા સમિતિની રચના કરવામા આવી છે.
જનરલ બોર્ડની પ્રશ્નોતરી અને એજન્ડાની દરખાસ્તનો ઠરાવ થયા બાદ તુરંત જ અરજન્ટ દરખાસ્ત મુકાવા લાગી હતી. પ્રદેશમાંથી પસંદગીની યાદીની રાહ જોવાતી હતી. આજે સવાર સુધી એવા કોઇ અણસાર ન હતા કે પેટા સમિતિના ચેરમેન સહિતનું માળખુ જાહેર થાય. બાદમાં જનરલ બોર્ડના અંતિમ પડાવમાં આવેલી સુચના બાદ અરજન્ટ દરખાસ્તરૂૂપે એકપછી એક સમિતિના ચેરમેનના નામ જાહેર થવા લાગ્યા હતા.
સમિતિ ચેરમેન
બાંધકામ અશ્ર્વિન ભોરણીયા
સેનિટેશન કિર્તીબા રાણા
સમાજ કલ્યાણ મનીષ ભટ્ટ
આરોગ્ય ડો.રિંકલ મેઘાણી
લાઇટીંગ પરેશ ઠાકર
વોટર વર્કસ જયસુખ કાથરોટીયા
કાયદો અને નિયમો જયરાજસિંહ જાડેજા
માર્કેટ મોહિતસિંહ જાડેજા
સમિતિ ચેરમેન
આવાસ દિલીપ લુણાગરીયા
પ્લાનીંગ અનિલકુમાર ચૌહાણ
ડ્રેનેજ કિરણબેન હરસોડા
બાગ બગીચા રક્ષિત કલોલા
શિશુ કલ્યાણ કેતન ઠુમ્મર
અને ફાયર
માધ્યમિક શિક્ષણ સોનલબેન સેલારા
એસ્ટેટ મેનેજમેન્ટ કંકુબેન ઉધરેજા
