RMCએ 11 વર્ષમાં 1.88 અબજનું મોંઘુદાટ ડીઝલ ખરીદ્યુ, અંતે બજારભાવની સુદ્બુધ્ધિ આવી

વર્તમાન સ્થિતિએ બજારભાવ રૂૂ.97.92 સામે અત્યાર સુધી રૂૂ.135.98ના ભાવે ખરીદી થતી રહી, રિટેઇલ પમ્પ ‘મેસર્સ શિવાય ફ્યુલ’ પાસેથી ડીઝલ ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર બજારભાવની…

વર્તમાન સ્થિતિએ બજારભાવ રૂૂ.97.92 સામે અત્યાર સુધી રૂૂ.135.98ના ભાવે ખરીદી થતી રહી, રિટેઇલ પમ્પ ‘મેસર્સ શિવાય ફ્યુલ’ પાસેથી ડીઝલ ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર

બજારભાવની ખરીદીના અમલથી મનપાને દર મહિને રૂ.40 લાખનો ફાયદો : 11 મહિનામાં મોંઘાદાટ ક્ધઝ્યુમર ભાવથી 1 કરોડ 38 લાખ 60 હજાર લીટરનો ધૂમાડો થઇ ગયો

રાજકોટ મહાનગર પાલિકાના આર્થિક વહીવટના ભંભાખાનામાં પ્રજાના પરસેવાની કમાણીમાંથી કરોડો રૂૂપિયાનો બીનજરૂૂરી વેડફાટ થાય છે તેમા તો શંકાને કોઇ સ્થાન જ નથી. આવા જ ભંભાખાના જેવા વહીવટમાં છેલ્લા 11 વર્ષથી વાહનના ઇંધણ ખરીદી માટે અપાયેલા મોંઘાદાટ ક્ધઝ્યુમર રેટથી જ ડિઝલની ખરીદી થઇ. હાલની સ્થિતિએ ગણીએ તો ડિઝલનો પ્રતિ લીટર બજારભાવ રૂૂ.92.92 છે.

જેની સામે રૂૂ.135.98ના ભાવથી ખરીદી થતી હતી. અત્યાર સુધીમાં 1 કરોડ 38 લાખ 60 હજાર લીટર ડિઝલ ખરીદી પાછળ રૂૂ.1 અબજ 88 કરોડ 11 લાખનો ધુમાડો કરી નખાયા બાદ હવે તંત્રને સદબુધ્ધિ આવી કે ડિઝલ તો સાલુ મોંઘુ મળે છે, ક્ધઝ્યુમર રેટ કરતા રીટેઇલ રેટ ધરખમ ઓછો છે. સદનસીબે તંત્રને આજે આટલા વર્ષે સદબુધ્ધિ તો આવી અને હવે જાગ્યા ત્યારથી સવાર એ કહેવત મુજબ રિટેઇલ રેટથી ડિઝલ ખરીદવા મેસર્સ શિવાય ફ્યુલ નામના ડિલર પાસેથી વર્તમાન બજારભાવ રૂૂ.97.92થી ખરીદી કરવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ચેરમેન પરેશભાઇ પીપળિયાએ નિર્ણય લીધો હતો.

કોર્પો. દ્વારા વર્ષોથી સરકારના પરિપત્ર મુજબ ક્ધઝ્યુમર રેઈટથી ડીઝલની ખરીદી કરવામાં આવતી હતી. નવી બોડીએ શાસન સંભાળ્યા બાદ કરકસર માટે ચાલતી કવાયતમાં ક્ધઝ્યુમર રેટના મોંઘા ડિઝલના બદલે બજારમાં મળતા સસ્તા ભાવે ઇંધણ ખરીદવા ઇરાદો દર્શાવ્યો હતો. કોપો. દ્વારા પોતાના પમ્પમાંથી કરાતી મોંઘી ખરીદી બંધ કરવા અને બજાર ભાવે માલ લેવા સ્થાયી સમિતિએ જાતે ઠરાવ કરીને કમિશનરને મોકલ્યો હતો. તે બાદ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. કોર્પો.ના વાહનો માટે રીટેલ રેટથી ડિઝલ ખરીદવા કાર્યવાહી હાથ ધરાતા મે.શિવાય ફયુલ દ્વારા બજાર કરતા વધુ 7ર પૈસા પ્રતિ લીટર નીચા ભાવે ઇંધણ આપવા ઓફર આપવામાં આવી છે. આ એજન્સીને કોન્ટ્રાકટ મંજૂર કરવા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આવેલી દરખાસ્તને ચેરમેન પરેશ પીપીળિયાએ મંજૂરીની મહોર મારી હતી.

શહેરના સેન્ટ્રલ ઝોનના જુદા જુદા વિસ્તારમાં આવેલા બગીચાઓ, બાલક્રિડાંગણને એક વર્ષ માટે જાળવણી અને નિભાવ માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત રજૂ થઇ હતી. રૂૂ.1 કરોડ 29 લાખના ખર્ચની મંજુરી મગાઇ હતી. મરામત અને જાળવણી કઇ રીતે થશે? એ સહિતની વિગતો અધકચરી હતી. દરખાસ્તમાં કોઇ ઉંડાણપુર્વકની માહિતી આપવામા ન આવતા સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઇ પીપળિયાએ નિર્ણય ન લઇને દરખાસ્ત પરત ધકેલી દીધી હતી.

મંજૂર થયેલી અન્ય દરખાસ્ત
સોલીડ વેસ્ટ પ્રોજેકટ માટે 1.11 કરોડના ખર્ચે સલાહકાર રોકવા
વોર્ડ નં.18 ઓમ રેસીડેન્સીથી ર.80 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર પાઇપલાઇન
જીજાબાઇ મહિલા સ્વીમીંગ પુલનું બે વર્ષનું મેન્ટેનન્સ ખર્ચ
રાજકોટ-બરોડા-રાજકોટ કલોરીન ક્ધટેનર ટ્રાન્સપોર્ટેશન માટે 1.84 કરોડ
પોપટપરા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનની જાળવણી માટે ર.76 કરોડ
ફાયર વિભાગની સેવાઓને ડાયલ-112 સાથે જોડવા ર.76 કરોડના ખર્ચે એજન્સી રોકવા કાર્યવાહી

11 વર્ષમાં આ રીતે થયો ધૂમાડો, સમજીએ ગાણિતિક હિસાબ
દરોજ 270થી વધુ વાહનો અને 70 જેટલા હેવી જનરેટ માટે દરોજ 3500 લિટર ડિઝલનો વપરાશ
રૂપિયામાં ગણતરી કરીએ તો પ્રતિ લિટર રૂ.135.98 લેખે રોજના 3500 લીટરનો ખર્ચ રૂ.4,75,930
એક મહિનાની ગણતરી કરીએ તો પ્રતિદિન રૂ.4,75,930 લેખે 30 દિવસના રૂ.1,42,77,900
વાર્ષિક ગણતરી કરીએ તો પ્રતિ મહિનાના રૂ.1,42,77,900 લેખે 12 માસના રૂ.1,71,334800
11 વર્ષની ગણતરી કરીએ તો પ્રતિ વર્ષ રૂ.1,71,334800 લેખે અત્યાર સુધીમાં રૂ.1,88,46,82,800નો ધુમાડો

રેસકોર્સનુ તારા મંડળ સવા કરોડના ખર્ચે નવીનીકરણ કરવાનું નામંજૂર, PPP મોડથી કરાશે
રેસકોર્સ સંકુલમાં સ્વીમીંગ પુલ પાસે આવેલા લોક વિજ્ઞાન કેન્દ્ર(તારા મંડળ)ને વર્ષો સુધી સંચાલનના નામે ખાનગી સંસ્થા હવાલે કરી દેવાયુ હતુ. સમયાંતરે તેની જાળવણી ન થઇ. પરિણામે હાલ તેની દશા ખંઢેરથી પણ બદતર બની ગઇ છે. હવે તેને ફરીથી સજીવન કરવા માટે નવીનીકરણનો પ્રોજેક્ટ બનાવવામા આવ્યો છે. રૂૂ. 1 કરોડ 24 લાખના ખર્ચનું એસ્ટિમેટ તૈયાર કરવામા આવ્યુ છે. આ ખર્ચ મંજૂર કરવા અને કોન્ટ્રાક્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવી હતી. કમિટીએ આ દરખાસ્ત નામંજુર કરી દીધી છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ(પીપીપી) મોડથી આ પ્રોજેક્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાર મહિનાની મુદત અપાઇ છે. ત્યા સુધીમાં કોઇ એજન્સી રસ નહી દાખવે તો પછી આગળ કંઇક વિચારવામા આવશે તેવો ઠરાવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *