ચાંદીપુરા વાયરસ સામે RMC એલર્ટ, ડેન્જર ઝોન વિસ્તારમાં ચેકિંગ

ભગવતીપરા અને કણકોટ રોડ પર કાચાપાકા મકાનોમાં સઘન કામગીરી, દવા છંટકાવ, બાળકોના હેલ્થ ચેકઅપ માટે ટીમ બનાવાઇ રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસ સામે એલર્ટ…

ભગવતીપરા અને કણકોટ રોડ પર કાચાપાકા મકાનોમાં સઘન કામગીરી, દવા છંટકાવ, બાળકોના હેલ્થ ચેકઅપ માટે ટીમ બનાવાઇ

રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસ સામે એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજકોટમાં ગતવર્ષ 2024 અને 2025માં ચાંદીપુરાના બે કેસ નોંધાયા બાદ આ વર્ષે પણ ચાંદીપુરા વાયરસ ફેલાઇ નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ શરૂૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ કહ્યું હતું કે, રાજકોટમાં અગાઉના વર્ષોમાં જ્યાં ચાંદીપુરાના કેસ નોંધાઇ ચુક્યા છે તેવા ભગવતીપરા અને કણકોટ વિસ્તારમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સઘન કામગીરી શરૂૂ કરવામાં આવી છે.

ચાંદીપુરા વાયરસ ફેલાઇ શકે તેવા ડેન્જર ઝોન વિસ્તારમાં મનપાની આરોગ્ય શાખાની ટીમને ડોર ટુ ડોર તપાસ માટે ઉતતારવામા આવી છે. ગત વર્ષે જ્યા કેસ નોંધાયા હતા તેવા વિસ્તાર આઇડેન્ટીફાઇ કરીને આ વિસ્તારોમાં અત્યાર સુધીમાં 2185 ઘરોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જે સ્થળે પશુ બાંધવાની ગમાણ હોય અને જ્યાં પાંચ થી પંદર વર્ષ સુધીના બાળકો હોય તેવા માટીના બનેલા કાચા પાકા મકાનો અને ઝુપડાઓમાં હાલમાં સઘન ચેકિંગ થઇ રહ્યું છે. સાથોસાથ આવા સ્થળોએ ચાંદીપુરા રોગ માટે પ્રતિકારક પાવડરનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે ચાંદીપુરા વાયરસ મુદ્દે સતત કાર્યશીલ અને જાગૃત છે. આ માટે સિવિલ હોસ્પિટલમાં પણ ખાસ આઇસોલેટેડ વોર્ડ ઉભો કરવામા આવ્યો છે. એટલુંજ નહી બાળરોગ નિષ્ણાંત તબીબોને પણ જો ચાંદીપુરા વાયરસનો કોઇ પણ શંકાસ્પદ કેસ જણાય તો તુરંત જ આરોગ્ય વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *