વાંકાનેરમાં પેસેન્જર બેસાડવા મુદ્દે રિક્ષાચાલક ઉપર હરીફ ધંધાર્થીઓ પાઈપ વડે તૂટી પડયા

તારે અહીંથી પેસેન્જર નહીં બેસાડવાના તેમ કહી હુમલો કર્યાનો આરોપ વાંકાનેરમાં પેસેન્જર બેસાડવા મુદ્દે રિક્ષા ચાલકને ‘તારે અહિંથી પેસેન્જર નહીં બેસાડવાના’ તેમ કહી હરિફ ધંધાર્થીઓએ…

તારે અહીંથી પેસેન્જર નહીં બેસાડવાના તેમ કહી હુમલો કર્યાનો આરોપ

વાંકાનેરમાં પેસેન્જર બેસાડવા મુદ્દે રિક્ષા ચાલકને ‘તારે અહિંથી પેસેન્જર નહીં બેસાડવાના’ તેમ કહી હરિફ ધંધાર્થીઓએ પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરમાં પેડક વિસ્તારમાં રહેતો દિપકભાઈ કાનાભાઈ ધીણોજા નામનો 20 વર્ષનો યુવાન બપોરના 2 વાગ્યાના અરસામાં વાંકાનેર જકાત નાકા પાસે હતો ત્યારે આરીફ સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત દિપક ધીણોજા પાંચ ભાઈ એક બહેનમાં નાનો છે અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. દિપક ધીણોજા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે પેસેન્જર બેસાડવા મુદ્દે હુમલાખોર શખ્સોએ ‘તારે અહિંથી પેસેન્જર નહીં બેસાડવાના’ તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *