મહિલાઓની પજવણી બાબતે આપેલા ઠપકાનો ખાર રાખી નિવૃત્ત પોલીસ કર્મીને ધોકા વાળી

નીલકંઠ મહાદેવના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા 60 વર્ષના વૃદ્ધને મામાદેવના મંદિર પાસે અજાણ્યા શખ્સોએ નિશાન બનાવ્યા રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી નંદન…

નીલકંઠ મહાદેવના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા 60 વર્ષના વૃદ્ધને મામાદેવના મંદિર પાસે અજાણ્યા શખ્સોએ નિશાન બનાવ્યા

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી નંદન સોસાયટીમાં રહેતા અને ભૂતપૂર્વ આર્મીમેન તેમજ અમરેલી તાલુકામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવીને હાલ નિવૃત્ત જીવન જીવતા 60 વર્ષીય દિનેશભાઈ મથુરભાઈ ગઢીયા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે.

દિનેશભાઈ નીલકંઠ મહાદેવના દર્શન કરીને પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે મામાદેવના મંદિર પાસે અચાનક પાછળથી આવેલા હુમલાખોરોએ તેમના પર ધોકા વડે ઘાતકી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ હુમલા પાછળનું મુખ્ય કારણ બે વર્ષ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, આશરે બે વર્ષ પહેલાં આ હુમલાખોર વિસ્તારમાં મહિલાઓની પજવણી કરતો હતો, જે બાબત દેશની સેવા કરી ચૂકેલા જાગૃત નાગરિક એવા દિનેશભાઈના ધ્યાને આવતા તેમણે આ અસામાજિક તત્વને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. મહિલાઓની છેડતી કરતા રોકવા બદલ રાખેલા તે સમયના મનદુ:ખ અને ખારને મનમાં રાખીને હુમલાખોરે ગઈકાલે રાત્રે આ કાયરતાપૂર્ણ કૃત્ય આચર્યું હતું. જ્યારે દિનેશભાઈ એકલા હતા ત્યારે મોકો જોઈને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *