કોર્ટના નિવૃત્ત કલાર્કને 45 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખી 88 લાખ પડાવ્યા

મની લોન્ડરિંગ અને ડ્રગ્સના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી સાયબર માફિયાઓએ મચાવ્યો આતંક દિલ્હી ICICI બેંકના મેનેજરને ત્યાંથી આઠ મિલિયન ડોલર ઝડપાયા તેમાં તમારું…

મની લોન્ડરિંગ અને ડ્રગ્સના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી સાયબર માફિયાઓએ મચાવ્યો આતંક

દિલ્હી ICICI બેંકના મેનેજરને ત્યાંથી આઠ મિલિયન ડોલર ઝડપાયા તેમાં તમારું નામ હોવાનું જણાવી ખેલ પાડયો

રાજકોટના સાધુવાસવાણી રોડ ઉપર રહેતા સેશન્સ કોર્ટના નિવૃત ક્લાર્કને મની લોંડરીંગ અને ડ્રગ્સ કેસનો ગુનો દાખલ થયાનો ભય દેખાડી 45 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી સાઈબર ગઠીયાઓએ રૂૂ.88.50 લાખ પડાવતા આ મામલે રાજકોટ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. જે મામલે સાઈબર ક્રાઈમની ટીમે એકાઉન્ટ ધારકોની માહિતી મેળવી સુત્રધાર સુધી પહોચવા વધુ તપાસ શરુ કરી છે.

મળતી વિગતો અનુસાર સાધુવાસવાણી રોડ ઉપર સ્વાગત રેસીડે ન્સી એ-9 યુનીવર્સીટી રોડ ઉપર રહેતા રાજકોટ સેસન્સ કોર્ટના રીટાયર્ડ આસીસ્ટન્ટ કલાર્ક દિનેશભાઇ જીવણભાઇ દેલવાડીયા (ઉવ.69)ની ફરિયાદને આધારે રાજકોટ સાઈબર ક્રાઈમઅમ ગુન્હો નોધાયો છે. ફરિયાદમાં દિનેશભાઈએ જણાવ્યું કે, તે વર્ષ 2013માં નિવૃત થયા બાદ પત્ની અનીતાબેન સાથે રહે છે અને હાલ બોલબાલા ટ્રસ્ટ મા છેલ્લા પાચ વર્ષથી કમીટી મેમ્બર તરીકે સેવા આપે છે. ગત તા તા. 08/07/2025 ના રોજ હું તથા મારી પત્ની ઘરે હતા ત્યારે સવારના આઠેક વાગ્યાની આસપાસ તેમના મોબાઈલ ઉપરથી વ્હોટ્સઅપ ફોન આવેલ ફોન કરનારે જણાવેલ કે, હુ ટેલીફોન ડીપાર્ટમેન્ટ માથી બોલુ છુ અને તમને 10 મીનીટ પછી દિલ્હી ક્રાઇમ બ્રાંચ માંથી સુનીલકુમાર ગૌતમનો ફોન આવશે તમો તેઓની સાથે વાત કરી લેજો તેવુ કહી ફોન કટ કરી નાખેલ.

ત્યારબાદ દશ મીનીટ પછી એક અજાણ્યા વ્હોટ્સઅપ નંબરથી ફોન આવેલ અને દિનેશભાઈને જણાવેલ કે હુ દિલ્હી ક્રાઇમ બ્રાંચ માથી બોલુ છુ અને દિલ્હી ક્રાઇમ બ્રાંચમાં સંદીપ કુમાર જે આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર હતા તેઓ વિરૂૂધ્ધ મની લોંડરીંગનો ગુનો દાખલ થયેલ છે અને સંદીપકુમારે જે ફ્રોડ કરેલ છે તેમાથી તમોને સંદિપકુમારે 10 ટકા હીસ્સો આપેલનું સુપ્રીમ કોર્ટમા નીવેદનમા આપેલ છે. અને સંદીપ કુમારના ઘરે રેઇડ પાડતા આઠ મીલીયન રોકડ રકમ ઉપરાંત 180 જુદી જુદી બેંકો ની પાસબૂક,ડેબીટ કાર્ડ,ક્રેડીટ કાર્ડ, ચેકબૂકો, તથા મોટા પ્રમાણમાં ડ્રગ્સ જથ્થાનો કબ્જે કરેલ છે જેના તમે પણ હિસ્સેદાર છો અને આ કેસમાં તમને આખી જીંદગી જેલમાં રહેવું પડશે તેમ કહી દિનેશભાઈને મની લોન્ડરીંગ તથા ડ્રગ્સના કેસમાં ફીટ કરી દેવાનો ભય બતાવેલ અને ઘરે દિનેશભાઈને તથા તેમના પત્ની એકલા રહેતા હોય જેથી ડરી ગયેલ અને આ બાબતે દિનેશભાઈને તે સમયે કોઇને વાત કરેલ નહી.

થોડીવાર પછી પત્ની અનિતાબેનના મોબાઇલમા વોટસએપમાં કોઇ આરોપીને પકડેલ હોય તેવા પોલીસ સાથેના ફોટા મોકલેલ અને દિનેશભાઈને જણાવેલ કે આ વાત કોઇને કરતા નહી જો કોઇને કહેશો તો અમો ત્યા આવીને તમોને એરેસ્ટ કરીશુ. તેમ વાત કરેલ બાદ મને જણાવેલ કે તમારા બેંક એકાઉન્ટ્સા દશ ટકા વાળી રકમ આવેલ છે કે નહી તે જાણવા માટે તેમણે મને જણાવેલ કે તમોને એક એકાઉન્ટ નંબર મોકલુ છુ તેમા તમારે 8 લાખ જમાં કરાવાના છે. તેમ કહી દિનેશભાઈને સેંટ્રલ બેંક ઓફ ઇંડીયા એકાઉન્ટ નંબર અને આઇ.એફ.એસ.સી નંબર મોકલ્યા હતા જેમાં દિનેશભાઈને 8 લાખનું આરટીજીએસ કયું હતું.

ફોન કરનાર સાઈબર ગઠીયાએ જો તમે નિર્દોષ હશો તો તમને તમારા પૈસા તપાસ પુરી થયે પરત મળી જશે તેમ વાત કરેલ. ત્યારબાદ બીજા દીવસે દિનેશભાઈને ફરી વાર વોટસએપ કોલ આવેલ અને કહેલ કે તમારે બેંકમા લોકર છે અને હોય તો તેમા ગોલ્ડ હોય તો તમે આઈસીઆઈસીઆઈ બેંકમાં જઇ ને ગોલ્ડ લોન લઇ પૈસા જમાં કરાવા કહેલ દિનેશભાઈએ સાઈબર ગઠીયાને રૂૂ.8 લાખનું આરટીજીએસ કરેલ છે તે પરત આપવા જણાવેલ તો દિનેશભાઈને પેહલા તમારી બધી રકમ નુ વેરીફીકેશ થઈ જસે ત્યારબાદ તમને એક સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ તમને તમારી બધી રકમ પાછી સોંપી દેવામા આવસે તેમ કહી ભરોસો આપાવેલ.

દિનેશભાઈ અને તેમની પત્નીને આમ 45 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી દિલ્હી ક્રાઇમ બ્રાંચની ખોટી ઓળખ આપી અલગ-અલગ મોબાઇલ નંબરથી ફોન કરી મની લોન્ડરીંગ તથા ડ્રગ્સના કેસ માં ફીટ કરી દેવાની બીક બતાવી કુલ રૂૂ. 88.55 લાખ પડાવી ઓનલાઈન ફ્રોડ કરેલ હોય જે વાત દિનેશભાઈએ તેમના પુત્ર કૃણાલને કરતા તેણે સી.આઇ.ડી ક્રાઇમ ગાંધીનગર ના હેલ્પલાઇન નંબર 1930 મા કોલ કરી જેના આધારે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો હતો.

એકાઉન્ટ ભાડે આપનાર ભાવનગરના બે શખ્સોએ ઉઠાવી લેતી સાઈબર ક્રાઈમ
રાજકોટ સેસન્સ કોર્ટના રીટાયર્ડ આસીસ્ટન્ટ કલાર્ક દિનેશભાઇ જીવણભાઇ દેલવાડીયાની ડીજીટલ એરેસ્ટ કરીને તેમના વિરૂૂદ્ધ કેસ કરવાની ધમકી આપીને 88.50 લાખની છેતરપિંડી કરવાના કેસમાં રાજકોટ સાઈબર ક્રાઇમના ઇન્ચાર્જ એસીપી ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ જે.એમ.કૈલા અને તેમની ટીમ દ્વારા તપાસ કરી ફ્રોડના 10 લાખથી વધુની રકમ જે એકાઉન્ટમાં જમા થઇ હતી તેમાં ભાવનગરના બે શખ્સોના નામ ખુલતા બે શખ્સોને ઉઠાવી લઇ આ મામલે વધુ તપાસ શરૂૂ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટમાં છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને જે પૈકી 10 લાખની રકમ જમા થઇ હતી. બન્ને આરોપીઓની પુછપરછમાં ઓનલાઇન છેતરપિંડીના કરતા ગેંગ અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *