ડીઆઈ લાઈનના કામમાં ઉંચા ભાવ આવતાં સ્ટેન્ડિંગે નામંજૂર કરેલ દરખાસ્તના રી-ટેન્ડરમાં પણ એ જ એજન્સી આવતાં અને આ પ્રકારના બનાવો વધતા કંઈક રંધાયાની ચર્ચા
મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના મોટા પ્રોજેકટો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. કહેવા ખાતર ઓનલાઈન પ્રક્રિયામાં રીંગ થતી નથી તેમ તંત્ર જણાવી રહ્યું છે પરંતુ છેલ્લા ઘણા સમયથી મોટાભાગનાં કામો ઓનથી આવતાં હોય સ્ટેન્ડીંગ દ્વારા રી ટેન્ડરનાં આદેશ અપાઈ રહ્યાં છે. જેની સામે અગાઉ ઓનથી ભાવ ભર્યા હોય તેવી જ એજન્સી દ્વારા જ ફરી વખત આ ટેન્ડર ઓછા ઓનથી ભરી મોકલવામાં આવી રહ્યાં છે. જેના લીધે કરોડાના કામો માનીતી એજન્સીઓને જ મળી શકે તે માટે રી ટેન્ડર કરવામાં આવી રહ્યાં છે અને શંકાસ્પદ કામ ન દેખાઈ તે માટે એક બે વખત દરખાસ્ત પરત કરી રી ટેન્ડરનાં આદેશો અપાતાં હોવાની ચર્ચા જાગી છે. જેમાં ફરી એક વખત બીઆઈ પાઈપલાઈનના કામ માટે અગાઉ આવેલી એજન્સીએ ફરી વખત ઓન પરંતુ ઓછા ભાવથી ટેન્ડર ભર્યા હોવાનું જાણવા મળેલ છે અને આ પ્રકારનાં અનેક પ્રોજેકટના રિ ટેન્ડર થયાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે મહાકાય પ્રોજેક્ટથી માંડીને સામાન્ય કામો માટે અવારનવાર ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવે છે. પણ, આવી કામગીરી માટે જુદી જુદી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા રીંગ બનાવી દેવાતી હોય અને ’ઓન’ વગર કામ કરવા માંગતા નહોય તેમ છેલ્લા ત્રણેક મહિનાના સમયગાળામાં મહાનગરપાલિકાને 14થી વધુ ટેન્ડરો બીજી કે પાંચમી છઠ્ઠી વખત પ્રસિધ્ધ કરવા પડ્યા છે. આવા ટેન્ડરોમાં ત્રણેય ઝોનમાં બાગ બગીચા, બાલ ક્રિડાંગણ અને સિનિયર સિટીઝન્સ પાર્કની જાળવણીથી માંડીને ડ્રોન મશીન દ્વારા પોરાનાશક કામગીરી સહિતના ટેન્ડરોનો સમાવેશ થાય છે.
મહાનગરપાલિકાના કામમાં એક તરફ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોની રીંગને કારણે ઓનના પણ ઉંચા ભાવ બોલાય છે. ત્યારે બીજી તરફ અધિકારીઓ અને પદાધિકારીઓની એજન્સીઓ સાથેની સાંઠગાંઠ પણ મહાનગરપાલિકાની તિજોરી પર આર્થિક બોજ નાખવા માટે કારણભૂત માનવામાં આવે છે. ટેન્ડર પ્રક્રિયા થયા બાદ તે મંજૂર કરવા ટેન્ડર મુલ્યાંકન સમિતિને મોકલવામાં આવે છે. આ સામે જો મનગમતી એજન્સીઓએ ટેન્ડર રજુ ન કર્યું હોય કે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ડિસ્ક્વોલિફાઇ થઇ હોય તો યેનકેન પ્રકારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આવા કામ માટે રીટેન્ડર કરવાનો આદેશ આપવામાં આવે છે. અને રીટેન્ડરમાં મનગમતી એજન્સી ટેન્ડર રજુ કરે પછી તે મંજૂર કરવામાં આવે છે. આ રીતે અધિકારીઓ અને પદાધિકારીઓની ’માલ પ્રેક્ટિસ’ સતત ચાલું રહે છે.
મહાનગરપાલિકાની તિજોરી પર ભારણ વધારવા એજન્સીઓ દ્વારા રીંગ કરવામાં આવે છે. મહાનગરપાલિકાની ટેન્ડર મુલ્યાંકન કમિટી દ્વારા આવા અનેક કિસ્સાઓમાં 30 ટકાથી વધુ ઓન હોય તેવા ટેન્ડરો પણ કોઈ ને કોઈ કારણોસર મંજૂર કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું અને સ્ટેન્ડિંગ કમિટીએ તેના કાર્યકાળ દરમિયાન આવી અનેક શંકાસ્પદ દરખાસ્તો રદ કર્યાની, રીટેન્ડર કરવા કે પેન્ડિંગ રાખવા આદેશ કર્યાના દાખલાં પણ બન્યા છે.
મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે કરવામાં આવતાં નાના મોટા વિકાસકામો માટે અવારનવાર ઈ ટેન્ડર બહાર પાડવામાં આવે છે એકનનસમયે જો એજન્સીઓ દ્વારા 18 ટકાથીનનવધુ ઓન સાથે બીડ રજુ થઈ હોય તો તેન નામંજૂર કરીને રીટેન્ડર કરવામાં આવતાંનનહતા. આવી જ રીતે કોઇપણ કામ માટેનનએક જ એજન્સીનું ટેન્ડર આવે તો રીટેન્ડર કરવામાં આવે છે. પણ, એજન્સીઓ મહાનગર પાલિકાના કામો માટે રીંગ કરીને હવે 30 ટકાથી વધુ ઓન સાથે બીડ રજૂ કરે છે. આશ્ચર્યની વાત તો એ છે કેનનમહાનગરપાલિકાની ટેન્ડર રિવ્યુ કમિટીને આ 30 ટકાથી વધુ ઓન પણ ‘વ્યાજબી’નનલાગે છે ! જે કામમાં મલાઇ મળે તેમ હોય કે ઓછી મલાઇ મળે તેમ હોય તેવા ટેન્ડરોમાં કોઇ એજન્સીઓ બીડ રજૂ કરતી નથી. પરિણામે મહાનગરપાલિકાનેનનછેલ્લા ત્રણ મહિનામાં 14થી વધુ ટેન્ડરો બીજી કે પાંચમી વખત રીટન્ડર કરવા પડ્યા છે.
