આકાશવાણી ચોક પાસે ફૂટપાથ અને પાર્કિંગ માર્જિનમાં ખુલ્લેઆમ દબાણ

રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર ફુટપાથ પર થતા દબાણોનો પ્રશ્ન વધુ ઘેર બન્યો છે. તાજેતરમાં યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે આવેલા ભગતસિંહ ગાર્ડનની બાજુમાં…

રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર ફુટપાથ પર થતા દબાણોનો પ્રશ્ન વધુ ઘેર બન્યો છે. તાજેતરમાં યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે આવેલા ભગતસિંહ ગાર્ડનની બાજુમાં નકલંક હોટલવાળા બિલ્ડીંગમાં ગેરકાયદેસર દબાણનો મામલો સામે આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રવકતા તુષિત પાણેરીએ આ અંગે મનપા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.

કોંગ્રેસ પ્રવકતા તુષિત પાણેરીની યાદીમાં જણાવાયું છે કે રાજકોટ શહેર ના દરેક મુખ્ય માર્ગો પરના ફૂટપાથ પર લારી ગલ્લા વાળા ના દબાણ હોય છે, નાગરિકો સરખી રીતે ચાલી શકે તે માટે સરકારે ફૂટપાથ ની વ્યવસ્થા કરી છે પરંતુ રાજકોટ ની કઈ ફૂટપાથ પર દબાણ નથી એવો પ્રશ્ન કરો તો જવાબ શોધવો અઘરો છે. એવામાં યુનિવર્સિટી રોડ પર, આકાશવાણી ચોક પાસે ભગતસિંહ ગાર્ડન ની બાજુના નકળંક હોટલ વાળા બિલ્ડિંગ મા એક જય દ્વારકાધીશ નામનો રસ નો ચીચોડો ફૂટપાથ પર નાખેલો ગઈકાલે રાત્રે મે જોયો જેનો ફોટો હું આ સાથે જોડી રહ્યો છું.

વધુમાં આ ચીચોડાની બરાબર પાછળની લોર્ડ્સ નામનું એક બોર્ડ દેખાય છે જે કોઈ ખાણી પીણીની દુકાન હોવાનું મને જાણવા મળ્યું છે, આ દુકાન ધારકે બિલ્ડિંગના પાર્કિંગના માર્જીનમા એલ્યુમિનિયમ ફેબ્રિકેશનનું આખું એક ગેરકાયદેસર સ્ટ્રક્ચર ઊભું કરી નાખ્યું છે. આ દબાણ કોની મહેરબાની કે ભલામણ થી થયું ?? અથવા આ દબાણ કરવાની મૌખિક મંજૂરી આપવાના કોણે કેટલા રૂૂપિયા કટ કટાવ્યા ?? આ બાબત મારા ધ્યાને આવતા ગઈકાલે રાત્રે જ મે આરએમસીના કમ્પલેન સેન્ટરમાં આ દબાણ બાબત ની ફરિયાદ નોંધાવી છે જેનો ફરિયાદ નંબર 26114544 છે.

આ બાબતની જાણ મે મનપા કમિશનર તુષાર સુમેરા ને કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ રાજકીય દ્વેષ ભાવ રાખીને તેમણે મારો ફોન જ ઉપાડ્યો નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *