રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024-25 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત 6-મિલક્તોને સીલ મારેલ તથા 19-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 39.21 લાખ થયેલ હતી.
વોર્ડ નં-1માં એસ.કે ચોકમાં ભવન કોમ્પ્લેક્ષમાં શોપ નં-105માં રૂ.55,
000 બી.આર.ટી.એસ સ્ટોપ નજીક શીતલ પાર્કમાં શ્રી સ્પાયર બિલ્ડીંગમાં ફિફ્થ ફ્લોર પર શોપ નં-507માં રૂ.50,881 ગાંધીગ્રામમાં પરિશ્રમ એડ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સામે સીલની કાર્યવાહી કરતા રૂ.3.36 લાખ વોર્ડ નં-3માં અયોધ્યા સર્કલ પાસે ટાઈમ સ્કેવર-1માં 1-યુનિટમાંથી રૂ.70,000, નં-908 સામે સીલની કાર્યવાહી કરતા રૂ.53,275ની રિકવરી કરેલ, બવાજીરાજ રોડના કોર્નર પર 1-યુનીટને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.68,842/-.(સીલ) વોર્ડ નં-4માં સદગુરુનગરમાં લલિત પ્લોટમાં શેરી નં-5 માં 1-યુનીટ સામે રૂૂ.2.44 લાખ, વોર્ડ નં-5માં ંતકબીર રોડ પર નંદુબાગ સોસાયટીમાં શેરી નં-6 માં 1-યુનિટની સામે રૂૂ.3.36 લાખ, જલ્ગંગા ચોકમાં બ્રાહ્મણીયાપરા શેરી નં-10 માં રવેચી હોટેલમાં રૂ.54,452, માર્કેટિંગ યાર્ડમાં શોપ નં-આઈ-33માંથી રૂૂ.50,450, વોર્ડ નં-7માં પંચનાથ પ્લોટમાં પેસિફિક ફર્નીચર ફિફ્થ ફ્લોર ઓફીસ નં-501 સામે રૂૂ.1.00 લાખ. સોનીબજાર સવજીભાઈની શેરીમાં મારુતી મેન્શનમાં થર્ડ ફ્લોર પર શોપ નં-307 સીલ જે.પી ટાવરમાં ફર્સ્ટ ફ્લોર પર શોપ નં-2 માંથી રૂૂ.1.01 લાખ, શોપ નં-8માંથી રૂ.71,300, સરકાર કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નં-10 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.08 લાખ, વોર્ડ નં-13માં ગોંડલ રોડ પર ઉદ્યોગભવન ફર્સ્ટ ફ્લોર પર બેંક ઓફ બરોડા મવડી શાખા સામે કોર્ટના ચુકાદા અંતર્ગત રિકવરી રૂૂ.26.33 લાખ. રાજકમલ પેટ્રોલ પંપ પાસે જે.એન.બી કેમિકલ્સની નવી આકારણી અંતર્ગત રિકવરી રૂૂ.1.27 લાખની કરાઈ છે.
વોર્ડ નં-15માં કોઠારીયા રીંગરોડ પર એમ કે ઈન્ડ એરિયામાં 2-યુનીટ સીલ, 80 ફીટ રોડ હ્યુન્ડાઈ શો રૂૂમ સામે સત્યમ રીવર વ્યુ વિંગ-એચ ગ્રાઉન્ડ ફ્લોર માં શોપ નં-14 સીલ નવા થોરાળા વિસ્તારમાં કુબલીયા પરામાં 1-યુનીટ સીલ, વોર્ડ નં-18માં ગોંડલ રોડ ક્રિષ્ના પાર્ક સામે 1-યુનિટમાં રૂૂ.62,429, ગોંડલ હાઇવે પર પરફેક્ટ ડીલક્સ કોલ્ડ્રીંક્સ સીલ, માલધારી ફાટક પાસે સિલ્વર ઈન્ડ એરિયામાં પ્લોટ નં-8માં 1-યુનિટમાંન રૂૂ.62,313, શુભમ ઈન્ડ એરિયામાં પ્લોટ નં-28માં 1-યુનિટમાં રૂૂ.76,566 અને રેલ્વે ફાટક પાસે એટલાસ ઈન્ડ એરિયામાં 1- યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.56,601ની કરાઈ હતી. 31 માર્ચ 2025 સુધી તમામ રજાના દિવસો સહિત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા-વસૂલાત શાખાની સઘન કામગીરી ચાલુ રાખવામા આવશે. તેમ મનપાની યાદીમાં જણાવ્યું છે.
