1 એપ્રિલથી 31 ડીસે. સુધીમાં કુલ 330.34 કરોડની વસુલાત
રાજકોટ મહાનગરપાલિકાનાં વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024- 25 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત 5-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા 2- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ રીકવરી રૂૂા.26.31 લાખ રીકવરી થયેલ. જેમાં વોર્ડ નં-5માં માર્કટિંગ યાર્ડ પાસે 1-યુનિટને નોટિસ સામે રિકવરી રૂૂ.1.59 લાખ. પેડક રોડ પર આવેલ 1- યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.51,311/- અને વોર્ડ નં-8માં અમીન માર્ગ મેઈન રોડ પર આવેલ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-1. ફર્સ્ટ ફ્લોર પ્લોટ નં.2/સીની સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.2.00 લાખ, 150 ફૂટ રીંગ રોડ પર આવેલ કુબેર એન્ટપ્રાઈઝ’નાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.86,454/- નો પીડીસી ચેક આપેલ. 150 ફૂટ રીંગ રોડ પર આવેલ રાધે ગોવિન્દ એન્ટપ્રાઈઝ’નાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.74,591/- નો પીડીસી ચેક આપેલ.
આજ રોજ બપોરે 1:00 કલાક સુધી માં 5-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા 2- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ રીકવરી રૂૂા 26.31 લાખ રીકવરી કરેલ છે. આ ઉપરાંત 01/04/2024 થી આજ દિન સુધીની રિકવરી રૂૂ.330.34 કરોડ થયેલ છે.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે. નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડયા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે. એમ ટેકસ બ્રાન્ચના મેનેજરની યાદીમાં જણાવાયું છે.