સૌરાષ્ટ્ર ઝોનની ભાજપની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માનું ધારદાર નિવેદન
સંગઠન માટે કાળી મજૂરી અને પાથરણા પાથરવા સહિતના કામો કરનાર અદના કાર્યકરોને ટિકિટ આપવામાં અગ્રતા રહેશે
રાજકોટ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માને સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોનની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ અધ્યક્ષ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવેલ કે ચુંટણીમાં માનીતા ઉમેદવવારોને ટીકીટ આપવા માટેની ભલામણ આ વખતે ચલાવી દેવામાં નહીં આવે આથી કોઈ સાંસદ કે ધારાસભ્ય અથવા નેતાઓને ટીકીટ માટે ભલામણ કરવી નહીં. વર્ષોથી પાર્ટીને મજબુત કરવા માટે કાળી મજુરી કરી પાથરણા પાથરવા સહિતના કામો કરનાર નાના કાર્યકરોને અગ્રતા આપી તેમનો હકક તેમને આપવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વ્શ્ર્વિકર્માના મહત્વપૂર્ણ નિવેદનથી મિટીંગમાં એક તરફ રાજીપો તો બીજી તરફ અમુક લોકોમાં નારાજગી જોવા મળી હતી.
છેલ્લા ઘણા સમયથી એવું બની રહ્યું છે કે ભાજપમાં વર્ષોથી સંગઠનને મજબૂત કરવા માટે કાળી મજૂરી કરનારને યથા યોગ્ય સ્થાન મળતું નથી. બીજી તરફ ભલામણ કે લાગવગના જોરે નવાસવા કાર્યકરો ચૂંટણીમાં ટિકિટ મેળવવામાં સફળ થઇ જાય છે. ભલામણનું દૂષણ સંપૂર્ણપણે દૂર કરવાના સંકેતો મળી રહ્યા છે. આજે રાજકોટ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ ચૂંટણીલક્ષી બેઠક મળી હતી. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષે એવી સ્પષ્ટ તાકીદ કરી હતી કે ધારાસભ્ય કે સંસદ સભ્યએ મન ગમતાઓ કે તારા-મારાને ટિકિટ અપાવવા માટે ભલામણ કરવી નહિં. કારણ કે આ ચૂંટણી વિધાનસભા કે લોકસભાની નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની છે. જો કોઇ ધારાસભ્ય કે સંસદ સભ્ય ટિકિટ માટે હઠાગ્રહ રાખશે તો તેવા નામનું અલગથી જ લીસ્ટ બનાવવા માટે મેં નિરિક્ષકોને સ્પષ્ટ સૂચના આપી છે.
જેમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી પ્રદેશ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટ, અનિરૂૂધ્ધભાઇ દવે અને હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના સંગઠનના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ વિશ્ર્વકર્માએ માર્ગદર્શન આપ્યું હતું સાથોસાથ એક નવું સુત્ર પણ આપ્યું છે. પક્ષમાં મારો ઇ સારો નહિં પણ સારો તે મારો એ વાતને ધ્યાનમાં રાખવાનું કહ્યું હતું. કોઇ નેતા, ધારાસભ્ય કે સંસદ સભ્યએ ટિકિટ માટે કોઇપણ નામની ભલામણ કરવી નહિં. જો કોઇ નામ માટે સતત દબાણ કરવામાં આવે તો મારૂૂં ધ્યાન દોરવા પણ ટકોર કરી હતી. વર્ષો સુધી બૂથ લેવલની કામગીરી કરી પક્ષને મજબૂત બનાવનાર કાર્યકરની જો ઉમેદવાર તરીકે પસંદગી કરવાની ભલામણ કરશો તો તેનાથી મને વધુ સંતોષ મળશે. બહેનો માટે પણ તેઓએ એક ખાસ વાત કહી હતી કે રાજકારણમાં સક્રિય રહેવા માટે મહિલાઓએ ઘણો ભોગ આપવો પડે છે. ઘરના કામ પતાવ્યા બાદ પક્ષના કામ માટે મહેનત કરવી પડે છે. વર્ષોથી પાર્ટીમાં સક્રિયા હોય તેવા મહિલાઓની ઉમેદવાર તરીકે પસંદગી કરવા પર વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.
તેઓએ ઉમેર્યું હતું કે સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં રાજ્યભરમાંથી નનામા પત્ર પ્રદેશ અધ્યક્ષને લખવામાં આવતા હોય છે પરંતુ કાર્યકરો અને આગેવાનો એક વાત સમજી જજો કે હું કોઇપણ પ્રકારની નનામી પત્રિકા વાંચતો નથી. મારા કાર્યાલય આવે કે તરંત કચરા પેટીમાં નાંખી દઉં છું. પ્રદેશના નેતા, સંસદ સભ્ય કે ધારાસભ્યએ પોતાના સમર્થક કે મનગમતાને ટિકિટ આપવા માટે ભલામણથી દૂર રહેવા તેઓએ સ્પષ્ટ સૂચના આપી દીધી છે. પક્ષમાં પાંચ એસ પર કામગીરી કરવામાં આવશે. તેવું પણ તેઓએ જણાવ્યું હતું. એક કલાકના ધારદાર અને જુસ્સા સાથેના પ્રવચન દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માએ સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીમાં ટિકિટ ફાળવવામાં ભલામણ ચલાવવામાં નહિં આવે તેવા સ્પષ્ટ સંકેતો આપી દીધા હતા. બૂથ લેવલના કાર્યકરને જ ટિકિટ મળશે. તેવું પણ તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું.
ભલામણ કરે તેનું અલગથી લીસ્ટ બનાવવા સૂચના
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રાજકોટ ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માએ સાંસદ અને ધારાસભ્યો સહિતનાએ ટીકીટ માટે ભલમણ ન કરવાની અને હઠાગ્રહ ન રાખવાની તાકીદ કરી હતી અને સાથો સાથ વર્ષોથી પાર્ટીને મજબુત કરવા માટે કામ કરતા નાના કાર્યકરોને આ વાખતે અગ્રતા આપી ટીકીટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જણાવી સાંસદ કે ધારાસભ્યો જે નામ માટે ભલમણ કરે તેઓનું અલગથી લીસ્ટ બનાવવાની નીરીક્ષકોને સુચના આપતા ત્યાં ઉપસ્થિત સાંસદો અને ધારાસભ્યોમાં નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. જેની સામે ઉપસ્થિતિ કાર્યકરો અને સમર્થકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી.
