જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં એક ખેડૂતના રહેણાક મકાનની ઓસરી માં રાખવામાં આવેલો 48 ગુણી જીરું નો જથ્થો કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવી છે. બાજુમાં જ આવેલા પેટ્રોલ પંપ ના સીસીટીવી કેમેરામાં અલગ અલગ બે કારમાં તસ્કરો ચોરી કરવા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ધ્રોળ તાલુકાના વાંકિયા ગામમાં રહેતા અને પેટ્રોલ પંપ તેમજ અન્ય વેપાર કરતા ધર્મેશભાઈ હરજીવનભાઈ ભીમાણી નામના પટેલ વેપારીએ ધ્રોળ પોલીસ મથકમાં પોતાના રહેણાક મકાનમાંથી 1,68,000 ની કિંમતનું 48 મણ ઝીરૂૂં ની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી દ્વારા પોતાના મકાનની માં જીરું તૈયાર કરીને તેની અલગ-અલગ ગુણીઓ રાખવામાં આવી હતી. જે સ્થળ પરથી ગત 23મી તારીખે મોડી રાત્રે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં કોઈ તસ્કરો ચોરી કરવા આવ્યા હતા, અને તેમના મકાનની ઓસરીમાંથી 48 મણ જેટલી 16 ગુણી ની ચોરી કરી લઈ ગયા હતા. બાજુમાં જ આવેલા પેટ્રોલ પંપમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં અલગ અલગ બે કારમાં કોઈ તસ્કરો ચોરી કરવા આવ્યા હોય અને તેઓ દ્વારા ઉપરોક્ત જીરું ની ચોરી કરીને લઈ ગયા હોવાનું અનુમાન લગાવાયું છે. ધ્રોલ પોલીસ દ્વારા તે સીસીટીવી કેમેરા ના ફૂટેજ ના આધારે તસ્કરો ને શોધવા માટેની કવાયત શરૂૂ કરી છે.