ઇંગ્લેન્ડ-પાકિસ્તાન ટેસ્ટમાં રઝાઉલ્લાહની નવ છગ્ગા ફટકારી વર્લ્ડ રેકોર્ડની બરાબરી

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં પાકિસ્તાનના યુવા ઝડપી બોલર રજાઉલ્લાહે પોતાના ટેસ્ટ ડેબ્યૂને યાદગાર બનાવી દીધું છે.બર્મિંઘમના એજબેસ્ટન…

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં પાકિસ્તાનના યુવા ઝડપી બોલર રજાઉલ્લાહે પોતાના ટેસ્ટ ડેબ્યૂને યાદગાર બનાવી દીધું છે.બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાઈ રહેલી મેચમાં રઝાઉલ્લાહે બોલિંગ બાદ બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું.તેણે માત્ર 43 બોલમાં અડધી સદી પૂરી કરી અને પોતાની ઇનિંગ્સમાં 9 છગ્ગા ફટકારીને ખાસ વિશ્વ રેકોર્ડની બરાબરી કરી.પાકિસ્તાને પ્રથમ દાવમાં માત્ર 133 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઇંગ્લેન્ડે 453 રન બનાવીને 320 રનની મોટી સરસાઈ મેળવી હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાન પર ઇનિંગ્સથી હારનો ખતરો હતો. જોકે, બીજી ઇનિંગ્સમાં પાકિસ્તાની બેટર્સે વળતો જવાબ આપ્યો અને ટીમે 449 રન બનાવીને ઇંગ્લેન્ડ સામે જીત માટે 130 રનનો લક્ષ્યાંક મૂક્યો.

પાકિસ્તાનની બીજી ઇનિંગ્સમાં એક સમયે 312 રનમાં 7 વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ રઝાઉલ્લાહ ક્રિઝ પર આવ્યો અને તેણે આક્રમક બેટિંગ કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી..રઝાઉલ્લાહે મોહમ્મદ અબ્બાસ સાથે મળીને 9મી વિકેટ માટે 121 રનની મહત્વની ભાગીદારી કરી. તેણે માત્ર 63 બોલમાં 81 રનની ઝડપી ઇનિંગ્સ રમી,જેમાં 4 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની બેટિંગના કારણે પાકિસ્તાન ઇનિંગ્સની હારથી બચી ગયું.

રઝાઉલ્લાહે પોતાની આ ઇનિંગ્સ દરમિયાન ટેસ્ટ ડેબ્યૂની એક જ ઇનિંગ્સમાં 9 છગ્ગા ફટકાર્યા. આ સાથે તેણે ન્યૂઝીલેન્ડના ટિમ સાઉથીના ખાસ રેકોર્ડની બરાબરી કરી.ટિમ સાઉથીએ 2008માં ઇંગ્લેન્ડ સામે નેપિયરમાં પોતાના ટેસ્ટ ડેબ્યૂ દરમિયાન એક ઇનિંગ્સમાં 9 છગ્ગા ફટકાર્યા હતા. હવે રજાઉલ્લાહ પણ ટેસ્ટ ડેબ્યૂની એક ઇનિંગ્સમાં 9 છગ્ગા ફટકારનારો બેટર બની ગયો છે.ડેબ્યૂ ટેસ્ટની એક ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના રેકોર્ડમાં ટિમ સાઉથી અને રજાઉલ્લાહ 9-9 છગ્ગા સાથે સંયુક્ત રીતે ટોચ પર છે. વેસ્ટ ઇન્ડીઝના કાયલ મેયર્સે 2021માં બાંગ્લાદેશ સામે 7 છગ્ગા ફટકાર્યા હતા.

રઝાઉલ્લાહે માત્ર છગ્ગાના રેકોર્ડની જ બરાબરી કરી નથી,પરંતુ પાકિસ્તાન માટે ટેસ્ટ ડેબ્યૂમાં સૌથી ઝડપી અડધી સદીનો નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેણે માત્ર 43 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી.આ પહેલાં આ રેકોર્ડ ફહીમ અશરફના નામે હતો. ફહીમ અશરફે 2018માં આયર્લેન્ડ સામે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં 52 બોલમાં અડધી સદી ફટકારી હતી. હવે રજાઉલ્લાહે 43 બોલમાં ફિફ્ટી ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *