રતનપરના પોલીસ કર્મીએ જામીનની શરતોનો ભંગ કરતા જેલ હવાલે કરાયો

ભરૂચમાં ફરજ બજાવતા પોલીસમેને એક ગુનામાં જામીન મળ્યા બાદ ફરી ગુનો આચરતા કાર્યવાહી ચોટીલામાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે વહીવટી તંત્ર દ્વારા એક દાખલારૂૂપ કાર્યવાહી…

ભરૂચમાં ફરજ બજાવતા પોલીસમેને એક ગુનામાં જામીન મળ્યા બાદ ફરી ગુનો આચરતા કાર્યવાહી

ચોટીલામાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે વહીવટી તંત્ર દ્વારા એક દાખલારૂૂપ કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂૂચ પોલીસમાં ફરજ બજાવતા અને સુરેન્દ્રનગરના રતનપરના વતની એવા પોલીસ કર્મચારીએ જામીન પર મુક્ત થયા બાદ ફરીથી ગુનો કરી શરતોનો ભંગ કરતા, મામલતદાર દ્વારા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચોટીલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS 2023ની કલમ 126 મુજબ સુલેહ શાંતિ જાળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેમાં ભરૂૂચ પોલીસમાં ફરજ બજાવતા વિજયભાઇ વાલજીભાઇ ચાવડા રહે. રતનપર પાસેથી એક વર્ષના શાંતિ જાળવવાના જામીન લેવામાં આવ્યા હતા. આ જામીન સમયગાળા દરમિયાન પોલીસ કર્મચારી વિજયભાઈએ ફરીથી ગુનો આચરીને જામીન શરતોનો ભંગ કર્યો હતો. આ બાબત સાબિત થતાં નાયબ કલેક્ટર અને એસડીએમ એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું. ચોટીલા પોલીસે આરોપી પોલીસકર્મીને કોર્ટમાં હાજર કરતા 20 જાન્યુઆરી 2026ના રોજ જામીન ભંગનો કેસ સાબિત થયો હતો.એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 141 (1)(બી) અંતર્ગત કડક કાર્યવાહી કરી જેલ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. જેના પગલે આરોપી પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સબ જેલ લીંબડી હવાલે કરવામાં આવ્યો છે. કાયદાનું પાલન કરાવતી સંસ્થાનો જ માણસ જ્યારે કાયદો તોડે ત્યારે તંત્ર દ્વારા લેવાયેલું આ પગલું અન્ય લોકો માટે લાલબત્તી સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *