નહતા સમયનો વીડિયો ઉતારી અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો, ધરપકડ
શહેરની નજીકમાં આવેલા માધાપરમાં રહેતી 24 વર્ષીય પરિણીતાના સરપટ નાકા બહાર રહેતા આરોપીએ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યો હતો જેને માધાપર પોલીસે ઝડપી લીધો છે.પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનાર પરિણીતાએ માધાપર પોલીસ મથકે આરોપી હિતેશ બચુલાલ જોગી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ ગત ગુરુવારથી એકાદ વર્ષ પહેલાથી કરી છ મહિના સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.
અગાઉ આરોપી ફરિયાદીના પાડોસમાં રહેતો હતો એ દરમિયાન ભોગ બનનારનો ન્હાતા સમયનો વિડીયો ઉતારેલ હોવાનું કહી તે વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.જે બાદ આરોપીએ ફરિયાદી સાથે પોતાના ફોટા પાડ્યા હતા અને ફરિયાદી આરોપી સાથે શરીર સબંધ ન બાંધે તો તે ફોટો અને વિડીયો તેના પતિને બતાવવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.