ખંભાળિયા વિસ્તારમાં સેડ્યુલ ઝોનમાં આવતા પ્રાણીઓના રક્ષણમાં તંત્રની બેદરકારીની રાવ

ખંભાળિયા વિસ્તારમાં સીડયુલ ઝોનમાં આવતા વિવિધ પ્રાણીઓ અંગે સંબંધિત વિભાગ દ્વારા જરૂૂરી કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના મુદ્દે અહીંની પશુ સેવા સંસ્થાના કાર્યકરો દ્વારા ઉચ્ચ…

ખંભાળિયા વિસ્તારમાં સીડયુલ ઝોનમાં આવતા વિવિધ પ્રાણીઓ અંગે સંબંધિત વિભાગ દ્વારા જરૂૂરી કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના મુદ્દે અહીંની પશુ સેવા સંસ્થાના કાર્યકરો દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

ખંભાળિયા વિસ્તારમાં અબોલ પશુ-પક્ષીઓ અને ખાસ કરીને ગૌવંશની સેવા માટે નોંધપાત્ર કામગીરી કરી રહેલી સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ખંભાળિયા વિસ્તારમાં આવેલા ફોરેસ્ટ વિભાગ દ્વારા રોઝ, શિયાળ, નીલગાય, વિગેરે જેવા સીડ્યુલ ઝોનમાં આવતા પ્રાણીઓ માંદા-સાજા થાય કે બીમાર પડે અથવા રોડ અકસ્માતમાં આવા પશુઓ ઇજાગ્રસ્ત બને તો અહીંની એનિમલ કેર ચેરીટેબલ સંસ્થાને સ્થાનિકો ફોન કરીને જાણ કરે છે. જ્યારે સીડ્યુલ ઝોનમાં આવતા પ્રાણીઓ અકસ્માતે મૃત્યુ પણ પામે છે. આ બાબતે સેવા સંસ્થાના કાર્યકરો ફોરેસ્ટ મરીન અધિકારીઓને જાણ કરે છે. પરંતુ તેમના દ્વારા કોઈ તકેદારી કે પગલાં લેવાતા નથી અને ફોરેસ્ટ વિભાગની ગાઈડલાઈન મુજબ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું પણ આ પત્રમાં જણાવ્યું છે.

સેડ્યુલમાં આવતા પશુઓની સારવાર કરવા માટે પશુ સંસ્થા પાસે કોઈ સત્તા કે અધિકાર નથી. કારણ કે આવા પશુ સેડ્યુલમાં આવતા હોય, તેઓ વન વિભાગ અને ફોરેસ્ટ હેઠળ હોવાથી આવા પ્રાણીઓ અંગે પશુ સંસ્થાને જાણ કરાતા તેઓ જેતે રેન્જ ફોરેસ્ટ મારીને અધિકારીને ટેલિફોનિક જાણ કરે છે. પરંતુ આ બાબતે આ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને પશુ સંસ્થાના કાર્યકરોના કોલ પણ રિસીવ કરાતા નથી અને તેઓને યોગ્ય પ્રત્યુતર પણ આપવામાં આવતો ન હોવાનું પણ વધુમાં જણાવ્યું છે.
આ મુદ્દે ફોરેસ્ટ વિભાગ મરીન વિભાગ દ્વારા શિડ્યુલમાં આવતા પ્રાણીઓના રક્ષણમાં બેદરકારી રાખતા હોવાથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેશુરભાઈ ગઢવી દ્વારા આ પત્રમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *