રિબડા અમિત ખૂંટ આપઘાત કેસનો સુત્રધાર રહિમ બે દિવસના રીમાન્ડ ઉપર

ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસ માં આઠ માસ થી નાસતા ફરતા આરોપી રહીમ અબ્દુલભાઇ મકરાણી ને લોકલ ક્રાઈમ બ્રાંચે જુનાગઢ તેના ઘરેથી જડપી…

ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસ માં આઠ માસ થી નાસતા ફરતા આરોપી રહીમ અબ્દુલભાઇ મકરાણી ને લોકલ ક્રાઈમ બ્રાંચે જુનાગઢ તેના ઘરેથી જડપી લીધા બાદ આ કેસ નાં તપાસનીસ જેતપુર પીઆઇ એ.ડી.પરમારે સાત દિવસ નાં રિમાન્ડ ની માંગ સાથે અત્રેની કોર્ટ માં રજુ કરતા કોર્ટે તા.31 નાં બપોર સુધી મતલબ બે દિવસ નાં રિમાન્ડ મંજુર કર્યા છે.

અમીત ખુંટ આપઘાત કેસ માં કાવત્રા થી લઇ સમગ્ર ઘટના માં રહીમ મકરાણી ની મુખ્ય ભુમીકા હોય રીમાંન્ડ દરમ્યાન અનેક વિગતો બહાર આવવાની શક્યતાઓ છે.રહીમ મકરાણી છેલ્લા આઠ મહીના થી પોલીસ પક્કડ થી દુર અને નાશતો ફરતો હોય કોર્ટ દ્વારા તેને ભાગેડુ જાહેર કરાયો હતો.ત્યારે લોકલ ક્રાઈમ બ્રાંચે તેને જુનાગઢ તેના ઘરેથી જડપી લીધો હતો.પહેલેથી આ કેસ ની તપાસ ચલાવી રહેલા હાલ જેતપુર પીઆઇ એ.ડી.પરમાર ને રહીમ સોંપાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *