હોકર્સ ઝોનનો ભાડાવધારો રદ: પાછલા બારણેથી સફાઈ કર ઘુસાડ્યો

ધંધાર્થીઓએ 500 ભાડું અને હવે 500 સફાઈ વેરો ચૂકવવો પડશે ડો. દસ્તુર માર્ગનું નાલુ બનાવવા વધુ 1.17 કરોડની માગણી કરતો રેલવે વિભાગ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિનીબેઠક…

ધંધાર્થીઓએ 500 ભાડું અને હવે 500 સફાઈ વેરો ચૂકવવો પડશે

ડો. દસ્તુર માર્ગનું નાલુ બનાવવા વધુ 1.17 કરોડની માગણી કરતો રેલવે વિભાગ

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિનીબેઠક આજ રોજ મળેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ અલગ અલગ કામોની 53 દરખાસ્તને મંજુરી આપી રૂા. 97.07 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. તમામ દરખાસ્તો પૈકી હોકર્સઝોનમાં બેસતા ધંધાર્થીઓના ભાડા વધારાની દરખાસ્ત રદ કરી સાથો સાથ સફાઈકરનોે વધારો ઝીકી દેવામાં આવ્યો હતો. શહેરના 90થી વધુ હોકર્સઝોનમાં બેસતા ધંધાર્થીઓ પાસેથી માસીક રૂા. 500 ભાડુ લેવામાં આવે છે. જે 1500 કરવાની દરખાસ્ત હતી. જે રદ કરી ભાડુ રૂા. 500 યથાવત રખાયુ છે. પરંતુ દરેક ધંધાર્થી ઉપર રૂા. 500નો સફાઈ કર ઝીકી દેવામાં આવ્યો છે. આમ હવે હોકર્શઝોનના દરેક ધંધાર્થીઓએ રૂા. 1000 મહાનગરપાલિકાને ચૂકવવા પડશે.


સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનના રૂા. 110 કરોડના 10 વર્ષના કામને મંજુરી આપવામાં આવી હ તી. તેવી જ રીતે ડોક્ટર દસ્તુર માર્ગ ઉપર રેલવેની નીચે નાલુ બનાવવાનું કામ શરૂ થાય તે પહેલા રેલવે વિભાગે રૂા. 1.17 કરોડની ડિપોઝીટની માંગણી કરતા આજની સ્ટેન્ડીંગમાં 1.17 કરોડની ચૂકવણીની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

દસ્તુર માર્ગ ઉફર ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે રેલવેનું નાલુ બનાવવાનું પ્રોજેક્ટ મનપાએ હાથ ધર્યો છે. અગાઉ નાલા માટે રેલવેને રૂા. 2.82 કરોડ ચૂકવી દીધા છે. છતાં હવે રેલવે વિભાગે ડિપોઝીટના નામે વધુ 1.17 કરોડ માંગતા આજે આ ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. તેવી જ રીતે સરકારની ગ્રાન્ટમાંથી ફાયર અવરનેશ માટે આવેલી દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી હતી. આ દરખાસ્ત મંગે સ્ટન્ડીંગ ચેરમેન જયંમીનભાઈ ઠાકરે જણાવેલ કે, ફાયર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ફાયર વિભાગ દ્વારા પબ્લીક ટ્રેનીંગ તેમજ ડિઝાસ્ટર વર્કશોપ યોજવામાં આવશે. અલગ અલ વિસ્તારોમાં સેમીનાર યોજી લોકોને ફાયર સેફ્ટીના સાધનો અને નિયમો અંગે જાગૃત કરાશે તથા મોકડ્રીલ સહિતના આયોજનો કરવામાં આવશે.


આજની સ્ટેન્ડીંગમાં વોર્ડ નં. 12માં નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર રૂા. 23.24 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન અને સ્ટાફ બિલ્ડીં બનાવવા તેમજ ડ્રેનેજ શાખા માટે ચાર નંગ વેટવેલ મશીન અને 50 ફૂટની ઉંડાઈ સુધી મેઈન હોલ સાફ કરવાની ક્ષમતા ધરાવતું મશીન ખરીદવાની તથા અલગ અલગ વોર્ડમાં પાર્ટટાઈમ સફાઈ કામદાર મારફતે સફાઈ કરી કચરો ઉપાડવાની કામગીરીના કોન્ટ્રાક્ટની મુદત વધારવા તથા વોર્ડ નં. 3માં શાંતિનગર પાસે એઈમ્સ હોસ્પિટલને જોડતા બ્રિજ પાસેના ડી.પી. રોડ ઉપર પેકીંગ કામ કરવા તથા પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે જુદી જુદી જગ્યા પર મુલાકાતીઓ માટે રોડ પહોળો કરવા અને વોર્ડ નં. 5માં અમૃત યોજના અંતર્ગત મંછાનગર વિસ્તારમાં ડીઆઈપાઈપલાઈન નેટવર્ક તથા પાંચ લાખ લીટર કેપેસીટીનો ઈએસઆર બનાવવાના કામ સહિતની તમામ દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.


મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં મુખ્યત્વે રસ્તા કામ, પેવીંગ બ્લોક, ડીઆઈ પાઈપલાઈન, લાયબ્રેરી, એનિમલ હોસ્ટેલ, બ્રીજ, પાઈપ ગટર, વોકળા કામ, કમ્પાઉન્ડ વોલ તથા આર્થિક તબીબી સહાય નવી વોર્ડ ઓફિસ, નવુ ફાયર સ્ટેશન, મશીનરી અને અલગ અલગ પ્રકારની સાધન સામગ્રીની ખરીદી સહિતની દરખાસ્તો મંજુર કરી કુલ રૂા. 970755409 ખર્ચને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.

લાયન સફારી પાર્કમાં બનાવાશે સોલ્ડર અને ચેકડેમ
શહેરના ઈસ્ટઝોનમાં લાલપરી તળાવની બાજુમાં લાયન સફારી પાર્કના પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે. કમ્પાઉન્ડ વોલનું કામ 50 ટકા પૂર્ણ થઈ ગયેલ છે. ત્યારે પાર્કની અંદર પ્રાણીઓ માટેના નાઈટ સોલ્ડર બનાવવા માટે તેમજ કુદરતી પાણીના વહેણ આવતા હોય તેવા સ્થળોએ નાના ચેકડેમો બનાવવા સહિતની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવી હતી.

આરોગ્ય કર્મીઓનો વીમો લેવાશે
આરોગ્ય વિભાગમાં ફિલ્ડવર્કની કામગીરી કરતા કર્મચારીઓ ડોર ટુ ડોર સર્વે દરમિયાન અનેક વ્યક્તિઓના રોગના ચેપનો ભોગ બનતા હોય છે. જેના માટે વખતો વખત તબીબી સહાય માટે દરખાસ્તો કરવામાં આવી રહી છે. જેમાં છુટકારો મેળવવા માટે મહાનરપાલિકા હવે આરોગ્ય શાખા હવે મેલેરિયા વિભાગના આઉટડોર કામગીરી કરતા કર્મચારીઓના ગૃપ ઈન્સ્યોરન્સ ઉતારી તેમને સુરક્ષા કવચ પુરુ પાડશે.

સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલ પ્રોજેક્ટ અને ખર્ચ
રસ્તાકામ રૂા. 32,99,46,649
ડ્રેનેજ રૂા. 4,15,06,267
પેવિંગ બ્લોક રૂા. 61,20,306
આર્થિક તબીબી સહાય/
ગૃપ ઇન્સ્યોરન્સ રૂા. 3,21,786
કાર્યક્રમ ખર્ચ રૂા. 3,31,37,529
ડી.આઈ. પાઈપલાઈન રૂા. 2,18,50,013
સોલીડ વેસ્ટ (સફાઈ) રૂા. 17,70,00,000
લેબોરેટરી/લાયબ્રેરી-બાંધકામ રૂા.29,01,734
ગાર્ડન રૂા. 52,07,524
નવી વોર્ડ ઓફીસ રૂા. 29,78,732
ઝૂ / એનિમલ હોસ્ટેલ રૂા. 1,87,90,601
માઈનોર બ્રીજ/બ્રીજ રૂા. 1,17,93,580
નવુ ફાયર સ્ટેશન રૂા. 23,24,37,250
મશીનરી/સાધન સામગ્રી ખરીદી રૂા. 4,03,57,344
પાઈપ ગટર રૂા. 14,78,109
વોંકળા કામ રૂા. 1,35,19,380
લાઈટીંગ/રોશની રૂા.2,19,39,717
કમ્પાઉન્ડ વોલ રૂા.94,68,888
કુલ ખર્ચ: રૂા.97,07,55,409

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *