રાજકોટથી હરિદ્વાર વચ્ચે ડેઇલી ટ્રેન દોડાવવા રામભાઇ મોકરિયાની માંગ

સંસદ સભ્ય રામભાઈ મોકરીયાએ સંસદ ભવનમાં ચાલુ સત્ર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના મુસાફરોને પવિત્ર રાજ્ય ઉત્તરાખંડ ના હરિદ્વાર તથા દેશની રાજધાની દિલ્હી સાથે વધુ સારી…

સંસદ સભ્ય રામભાઈ મોકરીયાએ સંસદ ભવનમાં ચાલુ સત્ર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના મુસાફરોને પવિત્ર રાજ્ય ઉત્તરાખંડ ના હરિદ્વાર તથા દેશની રાજધાની દિલ્હી સાથે વધુ સારી રેલ કનેક્ટિવિટી મળે તે માટે રજૂઆત કરતા જણાવેલ છે કે અત્યારે ઓખા દેહરાદુન એક્સપ્રેસ ટ્રેન 19565/19566 અઠવાડિયામાં એક વખત ચાલે છે જેને કારણે સૌરાષ્ટ્રના મુસાફરોને તેમજ સિનિયર સિટીઝનોને ધાર્મિક રીતે હરિદ્વાર ની મુલાકાત લેવા માટે આ એકમાત્ર ટ્રેન છે આ ટ્રેનની અંદર વેઇટિંગ લિસ્ટ વધુ હોવાને કારણે ટ્રેનના મુસાફરોને ખૂબ મુશ્કેલી અનુભવી પડે છે.

આ ટ્રેન સવારે 10:30 કલાકે ઓખાથી ઉપડે છે અને વહેલી સવારે 7:45 વાગ્યે દહેરાદૂન પહોંચે છે વળતા આ ટ્રેન વહેલી સવારે 5/50 કલાકે દેહરાદુનથી ઉપડીને બીજા દિવસે 16/15 વાગ્યે ઓખા પહોંચે છે. આ ટ્રેન સૌરાષ્ટ્રના લોકોને અંત્યત મહત્વપૂર્ણ ટ્રેન છે અને અઠવાડિયામાં એક વખત દોડતી હોવાથી કાયમ માટે મુસાફરોને ક્ધફર્મ ટિકિટ ન મળતી હોવાથી ખૂબ મુશ્કેલી અનુભવે છે તદુપરાંત રામભાઈએ જણાવેલ કે અમદાવાદથી ઋષિકેશ જવા માટે યોગનગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ ટ્રેન ચાલુ છે પરંતુ આ ટ્રેનમાં ક્ધફર્મ ટિકિટ ન મળતી હોવાથી તેમજ સૌરાષ્ટ્રના મુસાફરોને લાંબી મુસાફરી કરીને ટ્રેન બદલી કરીને આ યોગ નગરી એક્સપ્રેસમા ટિકિટ મેળવવા માટે ખૂબ પરેશાની વેઠવી પડે છે.

સૌરાષ્ટ્રમાંથી ઋષિકેશ હરિદ્વાર તેમજ ચારધામ યાત્રા કરવા માટે માત્ર એક જ ઓખા દેહરાદુન ટ્રેન હોવાથી તેમજ લોકોની માંગ સંતોષવા માટે રાજકોટ થી હરિદ્વાર ની ટ્રેન આપવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી. વિશેષમાં રામભાઈએ જણાવેલ કે અમદાવાદ થી દિલ્હી જવા માટે આશ્રમ એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેન 12916 ટ્રેન દિલ્હીથી બપોરે 15/20 વાગ્યે ઉપડે છે અને વહેલી સવારે 6/20 વાગ્યે સાબરમતી આવે છે ત્યારબાદ આ ટ્રેન 14 કલાક સુધી યાર્ડમાં પડી રહે છે.

તેના બદલે આ આશ્રમ એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવવામાં આવે તો સૌરાષ્ટ્રના લોકોને મોટી રાહત મળી શકે અને સૌરાષ્ટ્રના લોકોની લાંબા સમયની માગણી સંતોષી શકાય. અત્યારે રેલવેનાઅધિકારીઓ અને માનનીય કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે તો હું સૌરાષ્ટ્રની સમગ્ર જનતા વતી ભારપૂર્વક રજૂઆત કરું છું કે સૌરાષ્ટ્રના મુસાફરોને હરિદ્વાર જવા માટે ડેઇલી ટ્રેન આપવા તાત્કાલિક નિર્ણય લેવા માટે વિનંતી કરું છું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *