જામનગરમાં કારના ચોરખાનામાં સંતાડીને ઘૂસાડવામાં આવતો દારૂનો જથ્થો ઝડપાયો

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ગઈ મોડી રાત્રે દારૂૂ અંગે દરોડો પાડી ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં એકસયૂવી કારના ચોર ખાનામાં સંતાડીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂૂની બાટલીનો…

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ગઈ મોડી રાત્રે દારૂૂ અંગે દરોડો પાડી ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં એકસયૂવી કારના ચોર ખાનામાં સંતાડીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો પકડી પાડ્યો છે. 408 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી અને કાર સહિત રૂૂપિયા 8 લાખની માલમત્તા કબજે કરી લઇ બે શખ્સોને પકડી પાડ્યા છે, અને તેઓની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

જામનગર શહેરના કૃષ્ણા પાર્ક ગેટ પાસે એલ.સી.બી. દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક્સ.યુ.વી. કારના ગુપ્ત ખાના (ચોરખાના)માંથી માતબર ઇંગ્લીશ દારૂૂ જપ્ત કરવામાં આવ્યો છે.
લાલપુર બાયપાસ નજીક કૃષ્ણા પાર્ક ગેટની અંદર રોડ પરથી જી.જે -5 જે.ઇ. 5121 નંબર ની કાર ને ઝડપી પાડી હતી. કારની તપાસ કરતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી કુલ 408 બોટલ ઇંગ્લીશ દારૂૂ (રૂૂ.3,66,120/-), ત્રણ મોબાઇલ ફોન (રૂૂ.40,000) તથા એક કાર (રૂૂ.4,00,000) મળી કુલ રૂૂ.8,06,120નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ બનાવમાં કપીલ કિશનપાલ શાકલા (ઉંમર 30, રહે. ભીંડસી ગામ, સોહના, ગુડગાંવ, હરિયાણા) અને કૃપાશંકર શર્મા (ઉંમર 57, રહે. અમેઠી, ઉત્તર પ્રદેશ) ને ઝડપી લેવાયા છે. જેઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ દારૂૂનો જથ્થો ગુડગાંવ સ્થિત દુકાનમાંથી લાવ્યો હોવાનું તથા જામનગરના વિશાલ પ્રવિણભાઈ માવને પહોંચાડવાનો હોવાનું ખુલાસો કર્યો છે. હાલ આ સંડોવાયેલા અન્ય આરોપીની ધરપકડ માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે. આ અંગે એ.એસ.આઈ. ભરતભાઈ ડાંગર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પો.સબ ઇન્સ્પેક્ટર શ્રી સી.એમ. કાંટેલીયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *