વોર્ડ નં.13માં રાજુભાઇ મૈયડ માની ગયા, ભાજપના ટેકામાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું

ચૂંટણીના માહોલ વચ્ચે રાજકોટના વોર્ડ નંબર 13માં એક મહત્વપૂર્ણ રાજકીય ગતિવિધિ જોવા મળી છે. વોર્ડ 13ના અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતરેલા રાજુભાઈ મૈયડ આહીર…

ચૂંટણીના માહોલ વચ્ચે રાજકોટના વોર્ડ નંબર 13માં એક મહત્વપૂર્ણ રાજકીય ગતિવિધિ જોવા મળી છે. વોર્ડ 13ના અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતરેલા રાજુભાઈ મૈયડ આહીર એ પોતાનો નિર્ણય બદલીને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને પોતાનો ટેકો જાહેર કર્યો છે. ભાજપના નેતૃત્વ દ્વારા સમયસર તેમની નારાજગી સાંભળીને યોગ્ય નિરાકરણ લાવવામાં આવતા આ સુખદ અંત આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઉમેદવાર અપક્ષ રાજુભાઈ મૈયડ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી મચ્છોયા આહીર સમાજના આગેવાનોની અવગણના થઈ રહી હોવાની લાગણી પ્રવર્તી રહી હતી. જેના પરિણામ સ્વરૂૂપ સમાજમાં નારાજગી જોવા મળી હતી અને અપક્ષ ઉમેદવારી નોંધાઈ હતી. ભાજપ પક્ષ દ્વારા આ તેમની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી અને પક્ષના હાઈકમાન્ડ દ્વારા આ મુદ્દાનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

ભાજપને સમર્થન આપવાની જાહેરાત થતા જ રાજકીય માહોલમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપ પરિવારમાં જોડાવા બદલ રાજકોટના વોર્ડ 13ના ભાજપના ઉમેદવારો, પૂર્વ કોર્પોરેટરો તેમજ ભાજપના અન્ય આગેવાનો દ્વારા રાજુભાઈ મૈયડને આવકારવામાં આવ્યા હતા અને તેમને કેસરિયો ખેસ પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ટેકાથી વોર્ડ 13માં ભાજપનું પલડું વધુ ભારે થયું હોવાનું મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *