સોપારીના વેપારીને રિક્ષામાં બેસાડી શિકાર બનાવી ટોળકી સીસીટીવીના આધારે ઓળખાઈ
વાંકાનેરમાં સોપારીના વેપારીને રિક્ષામાં બેસાડી 42 હજારની રોકડ સેરવી લેનાર રાજકોટની રિક્ષા ગેંગને વાંકાનેર પોલીસે ઝડપી લઇ રૂા.1.37 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. વાંકાનેરના સોપારીના વેપારી જીતેન્દ્રભાઈ ભગવાન જીભાઈ જોબનપુત્રા ગત તા.3ના રોજ પોતાની પાસે સોપારી-તમાકુના વેપારના રોકડા રૂૂપીયા 42,000 સાથે વાંકાનેર દાણાપીઠ પાસેથી રોડ ઉપર અજાણ્યા રીક્ષામાં બેસી ન્યુ મોર્ડન સ્ટોર ખાતે જવા નીકળેલ દરમ્યાન આ રીક્ષામાં અગાઉથી પેસેન્જરના રૂૂપમાં બે ઇસમો બેસેલ હોય જે પૈકી એક ઈસમે ચાલુ રીક્ષા દરમ્યાન ઉલટી કરવાના બહાને પોતાનું મોઢું રીક્ષા બહાર કાઢી વેપારીની નજર ચુકવી પેન્ટના ખીસ્સામાં રાખેલ રોકડા રૂૂપીયાની ચોરી કરી હતી.
વેપારીની ફરિયાદને આધારે ઘટનાસ્થળ આજુબાજુના સીસીટીવી ફુટેજ તપાસી તેમજ ટેકનીકલ સોર્સથી ખાનગીરાહે હકીકત મેળવી રાજકોટથી ચાર ઈસમોને પકડી પાડી સઘન પુછપરછ કરતા વાંકાનેર રાજકોટ રોડ ખાતેથી પેસેન્જર બેસાડી નજર ચૂકવી પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂૂપીયાની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોર તથા મુદ્દામાલને પકડી પાડી સીટી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા આરોપીઓમાં ભાર્ગવભાઇ કુંભાર, ભરત ચંદ્રપાલ, ગોરધનભાઈ કોળી તથા સોહીલ ફકીર રાજકોટ વાળાને પકડી પાડયા હતા.
સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂૂ.42,000 એક ઓટો રીક્ષા કિંમત રૂૂ.50,000 મોબાઈલ ફોન નંગ04 કિમત રૂા.45.000 મળી કુલ રૂા.1,37,000નો મુદામાલ કબજે કર્યો હતો. આરોપીઓ પકડાયેલા આરોપીઓમાંથી અમુક ભૂતકાળમાં પ્રવૃતિઓ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.
