રાજકોટના યુવાનની 40 લાખની કાર પૂર્વ ભાગીદાર સહિત ચારે બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નાખી

મુળ વડાળી ગામના વતની અને હાલ રાજકોટ શહેરમા લાલ બહાદુર સોસાયટી ઢેબર રોડ પર રહેતા યુવાનની 40 લાખની કાર તેમના પુર્વ ભાગીદાર સહીતની ટોળકીએ બોગસ…

મુળ વડાળી ગામના વતની અને હાલ રાજકોટ શહેરમા લાલ બહાદુર સોસાયટી ઢેબર રોડ પર રહેતા યુવાનની 40 લાખની કાર તેમના પુર્વ ભાગીદાર સહીતની ટોળકીએ બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નાખ્યા અંગેની ફરીયાદ પોલીસમા નોંધાતા પોલીસે આરોપીને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.

આ ઘટનામા ફરીયાદી ક્રિપાલસિંહ મનોહરસિંહ જાડેજાએ પોતાની ફરીયાદમા પુર્વ ભાગીદાર કૃણાલ નવીનભાઇ પાટડીયા (રહે. કૃષ્ણનગર શેરી નં 3, બગીચાની સામે, સ્વામિનારાયણ ચોક) , ગજેન્દ્રસિંહ વાળા (રહે. ભાવનગર), ઇમરાન રહે. થાણે – મુંબઇ અને નોટરી રૂબરૂ વેચાણ કરાર કરી આપનાર અજાણ્યા ફોટા વાળો વ્યકિત વિરૂધ્ધ છેતરપીંડી તેમજ ખોટા દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરી કાવતરુ ઘડયાની કલમ હેઠળ કાર્યવાહી કરવામા આવી છે. આ ઘટનામા ક્રિપાલસિંહે ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓએ મિત્રો સાથે મળી ર0રર મા નાના મવા રોડ પર નાઇન સ્કવેર નામની બિલ્ડીંગમા એક કંપની ચાલુ કરી હતી. ત્યારે 40 લાખમા કાર ખરીદી હતી જેમાથી ર4 લાખ રૂપિયાની બેંક લોન લીધી હતી અને 16 લાખ રૂપિયા રોકડા ચુકવ્યા હતા. ત્યારબાદ કંપનીના સંચાલકો વિરૂધ્ધ છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતની ફરીયાદ ક્રાઇમ બ્રાંચમા થતા બધા ભાગીદારો ભાગી ગયા હતા.

ત્યારબાદ તા. 18-6 ના રોજ પિતાજીનુ અવસાન થતા ક્રિપાલસિંહને પોતાની ગાડીની જરૂર હોય જેથી આ ગાડી કૃણાલભાઇ પાસે હોય ગાડીની માગણી કરતા કૃણાલે કોઇ જવાબ સરખા આપ્યા ન હતા અને બાદમા ગાડીના ડ્રાઇવર અલ્તાફને ગાડી બાબતે પુછતા તેમને જણાવ્યુ હતુ કે કૃણાલ સાથે ગાડી લઇને ભાવનગર ગયો હતો. ત્યા કૃણાલભાઇએ ગાડી તેની પાસે રાખી લીધી હતી અને પોતે બસમા આવતો રહયો હતો. ત્યારબાદ થોડા દિવસ પછી કૃણાલભાઇએ અલ્તાફને કીધુ હતુ કે ગાડીની ચાવી આજીડેમ ચોકડી પાસે ગજેન્દ્રસિંહ વાળાને આપી દેજે. ત્યારબાદ છેતરપીંડીના ગુનામા ક્રિપાલસિંહ ક્રાઇમ બ્રાંચમા હાજર થયા હતા બાદમા ક્રિપાલસિંહે પોલીસ કમિશનરમા અરજી આપી હતી. તેમજ 12-7-23 ના રોજ બેંક દ્વારા નોટીસ મળતા જાણવા મળ્યુ હતુ કે ગાડીનો બોજો હટાવી ગાડી આરટીઓમાથી મહારાષ્ટ્ર આરટીઓમા ટ્રાન્સફર કરવાની અરજી કરેલ છે. ત્યારે બાદ જાણવા મળ્યુ કે બોગસ ડોકયુમેન્ટ ઉભા કરી ક્રિપાલસિંહના નામની ગાડી મુંબઇ રહેતા મહંમદ વસીમ મહંમદ અબાશ શેખ, એ પોતાના નામે કરવાની અરજી આરટીઓમા આપી હોય આ મામલે ટોળકીએ ખોટા સોગંદનામા અને ખોટા દસ્તાવેજો ઉભા કરી આરટીઓમા આપી 40 લાખની ગાડી પડાવી લેતા બી ડીવીઝન પોલીસમા અરજી કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *