જોડિયા નજીક અજાણ્યા કારચાલકે બાઈકને ઉલાળતા રાજકોટના યુવકનું મોત

દર્શન કરી પરત ફરતાં યુવાનને રસ્તામાં જ કાળે આંતર્યો; પરિવારમાં કલ્પાંત ગુજરાત મિરર, રાજકોટ તા.8- રાજકોટમાં રહેતો યુવાન મોરબીના પંચાસીયા ગામે ચામુંડા માતાજીના દર્શન કરી…

દર્શન કરી પરત ફરતાં યુવાનને રસ્તામાં જ કાળે આંતર્યો; પરિવારમાં કલ્પાંત

ગુજરાત મિરર, રાજકોટ તા.8- રાજકોટમાં રહેતો યુવાન મોરબીના પંચાસીયા ગામે ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરતો હતો ત્યારે જોડિયાના રેસનાળ ગામ પાસે અજાણયા વાહન ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ મોત નીજપતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં પુનિતનગર પાસે આવેલી સંતનામ સોસાયટીમાં રહેતો ઉમેશ ભગવાનજીભાઇ વડગામાં નામનો 28 વર્ષનો યુવાન પોતાનુ બાઇક લઇ જોડિયાના રેસનાળ ગામ પાસેથી પસાર થઇ રહ્યો હતો.

ત્યારે અજાણયા વાહન ચાલકે બાઇકને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ મોત નીજપતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ચાર ભાઇ બે બહેનમાં નાનો અને પરિણત છે. મૃતક ઉમેશ વડગામાં પંચાસીયા ગામે ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરતો હતો. ત્યારે અજાણયા વાહન ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે જોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *