આરોપી પાસેથી બે મોંઘા આઇફોન જપ્ત, ફલેટનું દર મહીને 90 હજાર ભાડું ચુકવતો હતો
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શરતોને આધિન દારૂૂ પીવાની રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા પછી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. એવામાં ગઈકાલે(11 માર્ચ) ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23મા માળે ત્રાટકીને ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આશરે 26.11 લાખ રૂૂપિયાથી વધુ કિંમતનો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે 25 વર્ષીય અંકિત રાજેશભાઈ કક્કડ(મૂળ રહે. દ્વારકા હાઇટ્સ, માધાપર ચોકડી પાસે, રાજકોટ, મૂળ વતની મોરબી) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ દરોડા દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અંકિત કક્કડ ગત 10 માર્ચથી આ ફ્લેટમાં ’અશબિક્ષબ’ એપ્લિકેશન મારફતે રોજના 3,000 રૂૂપિયાના ભાડાથી રહેતો હતો. એટલે કે માસિક 90 હજારથી વધુનું ભાડું ચૂકવતો હતો. આ રહેઠાણનું પેમેન્ટ પણ તેણે ઓનલાઇન ગુગલ પે દ્વારા કર્યું હતું.
પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી. પી.આઈ. એચ.આઈ. ભાટી અને તેમની ટીમે ગઈકાલે(11 માર્ચ) રાતે આ ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન બેડરૂૂમમાં રાખેલી નાઇકીના સિમ્બોલવાળી બેગમાંથી 0.746 કિલોગ્રામ લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો.જેના પગલે ઘટનાસ્થળે એફએસએલના સાયન્ટિફિક ઓફિસરને બોલાવી પદાર્થનું પરીક્ષણ કરાવતા તે ગાંજો હોવાનું ફલિત થયું હતું.
પોલીસે 26.11 લાખનો ગાંજો, 4000 રૂૂપિયા રોકડા, બે મોંઘા આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો અને
આધાર કાર્ડ સહિત કુલ 26,65,500 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગાંજાનો જથ્થો તેણે બે દિવસ પહેલા વડોદરાના તાંદલજા વિસ્તારમાં મેકડોનાલ્ડ્સ બર્ગર પાસેથી અનિકેત રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો. હાલમાં ડભોડા પોલીસ સ્ટેશનમાં અંકિત કક્કડ અને અનિકેત રબારી વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ એચ. આઈ. ભાટીએ જણાવ્યું કે, આરોપી ગાંજાનો વેપલો કરવા અહીં રોકાયો હતો. આ જથ્થો છૂટક વેચાણ કરવાનો આરોપીનો પ્લાન હતો. હજી બે દિવસ પહેલા જ તે અહીં રહેવા માટે આવ્યો હતો. આ દરમિયાન ચોક્ક્સ બાતમીના આધારે દરોડો પાડીને તેને ઝડપી લેવામાં આવ્યો છે. જેની આજે રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
